Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે 13 મેના રોજ મતદાન થશે. આ તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં 1710થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. તેમાંથી 360 ઉમેદવારોની સામે ફોજદારી કેસો વિશે માહિતી જાહેર કરવામાં આવી છે, જે ચૂંટણી સુધારણા માટે કામ કરતી બિન-સરકારી સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવી છે, નામાંકન સમયે ઉમેદવારોએ આપેલા સોગંદનામાના આધારે આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
Lok Sabha Elections 2024:
ચોથા તબક્કામાં તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી યોજાશે, આ રાઉન્ડમાં કુલ 1710 ઉમેદવારોમાંથી 1540 પુરુષ અને 170 મહિલા ઉમેદવારો છે.
કેટલા ઉમેદવારો સામે ગંભીર ફોજદારી કેસ છે?
રીપોર્ટ અનુસાર, ચોથા તબક્કાના 274 ઉમેદવારોએ જણાવ્યું છે કે તેમની સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયા છે. આ ઉપરાંત, આંધ્રપ્રદેશના 69, મહારાષ્ટ્રના 53 અને ઉત્તર પ્રદેશના 30 ઉમેદવારો સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયા છે, જેમાંથી ચાર આંધ્રપ્રદેશના છે , બે મહારાષ્ટ્રના અને એક તેલંગાણાના છે.
સંગઠનનું કહેવું છે કે આ તબક્કામાં 96 સંસદીય મતવિસ્તારોમાંથી 58 ટકા સંવેદનશીલ છે. આ વિસ્તારોમાં ત્રણ કે તેથી વધુ ઉમેદવારોમની સામે ફોજદારી કેસ નોંધાયા હોવાની માહિતી બહાર પાડવામાં આવી છે. (Lok Sabha Elections 2024)
એડીઆરના રિપોર્ટ અનુસાર ચોથા તબક્કાના 17 ઉમેદવારોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. 11 ઉમેદવારો સામે હત્યાના કેસ નોંધાયા છે અને 30 ઉમેદવારો સામે હત્યાના પ્રયાસના કેસ નોંધાયેલા છે. 50 ઉમેદવારો સામે મહિલાઓ વિરૂદ્ધ ગુનાના કેસ નોંધાયેલા છે. આ સિવાય પાંચ ઉમેદવારો સામે બળાત્કારના કેસ નોંધાયેલા છે.
કયા પક્ષના તમામ ઉમેદવારો ગુનાહિત રેકોર્ડ ધરાવે છે?
જો ફોજદારી અને રાજકીય પક્ષોના આધારે ઉમેદવારોને જોવા જઈએ તો –
AIMIMના 3માંથી 3,
શિવસેનાના 3માંથી 2,
ભારત રાષ્ટ્ર સમિતિના 17માંથી 10,
કોંગ્રેસના 61માંથી 35,
ભાજપના 70માંથી 40,
DTPના 17માંથી 9,
RJDમાંથી 4માંથી 2,
શિવસેનામાંથી 4માંથી 2 (ઉદ્ધવ બાલા સાહેબ ઠાકરે),
YSRCP તરફથી 25 માંથી 12,
TMC તરફથી 8માંથી 3,
સમાજવાદી પાર્ટીના 19માંથી 7 ઉમેદવારોએ ગુનાહિત મામલા નોંધાયેલા છે.
ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત
જો ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આ 1710 ઉમેદવારોમાંથી માત્ર 26 જ અભણ છે. શિક્ષિત ઉમેદવારોની સંખ્યા 30 છે. આ ઉપરાંત પાંચમું પાસ 69, આઠમું પાસ 93, દસમું પાસ 234, 12મું પાસ 248, સ્નાતક 348, પ્રોફેશનલ ગ્રેજ્યુએટ 195, પોસ્ટ ગ્રેજ્યુએટ 356, ડોક્ટરેટ 45, ડિપ્લોમા 66 છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો