Nepal 100 rupees: ભારતના સખ્ત વિરોધ હોવા છતાં નેપાળ કરી રહ્યું છે આ કામ !! નેપાળનું આ પગલું સબંધો બગાડશે

0
291
Nepal 100 rupees
Nepal 100 rupees

Nepal 100 rupees : નેપાળ ભારતના પાંચ રાજ્યો સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સાથે 1850 કિલોમીટરથી વધુની સરહદ ધરાવે છે. તેમજ ભારત અને નેપાળ વચ્ચે લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની વિસ્તારને લઈને ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. એવામાં નેપાળે શુક્રવારે 100 રૂપિયાની નવી નોટ છાપવાની જાહેરાત કરી હતી. જેમાં નેપાળ આ ત્રણ વિવાદિત વિસ્તાર લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની નેપાળના નકશામાં સામેલ કરશે, જેના પર ભારત પોતાનો દાવો કરી રહ્યું છે.

Nepal 100 rupees

 

Nepal 100 rupees :  100 રૂપિયાની નોટ પર જૂના નકશાને બદલે નવો નકશો બનાવવાનો નિર્ણય નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’ની અધ્યક્ષતામાં મંત્રી પરિષદની બેઠકમાં લેવામાં આવ્યો હતો. નેપાળે 4 વર્ષ પહેલા પોતાના રાજકીય નકશામાં આ ત્રણ વિસ્તારોનો સમાવેશ કર્યો હતો, જેના પર ભારતે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. નેપાળે આવું કરીને ફરી એકવાર ભારત સાથે ગડબડ કરી છે.

Nepal 100 rupees

Nepal 100 rupees :  ભારત પહેલાથી જ આ સરહદી વિસ્તારોને વિસ્તૃત કરી ચૂક્યું છે. 100 રૂપિયાની નોટ પર જૂના નકશાને બદલે નવો નકશો બનાવવાનો નિર્ણય નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’ની અધ્યક્ષતામાં મળેલી મંત્રી પરિષદની બેઠકમાં લેવામાં આવ્યો હતો. સરકારના પ્રવક્તા રેખા શર્માએ કહ્યું કે બેઠકમાં 100 રૂપિયાની નોટમાં નેપાળનો નવો નકશો છાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Nepal 100 rupees :  નેપાળે 100 રૂપિયાની નોટમાં નાપાક ઈરાદા દર્શાવ્યા હતા

Nepal 100 rupees

Nepal 100 rupees :  આ નકશામાં લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની બતાવવામાં આવશે. રેખા શર્મા નેપાળની માહિતી અને સંચાર મંત્રી પણ છે. તેમણે જણાવ્યું કે 25 એપ્રિલ અને 2 મેના રોજ યોજાયેલી બેઠકમાં કેબિનેટે 100 રૂપિયાની નવી નોટને ફરીથી ડિઝાઈન કરવા અને ચલણ પર છપાયેલા જૂના નકશાને બદલવાની મંજૂરી આપી હતી. અગાઉ, 18 જૂન, 2020 ના રોજ, નેપાળે તેના રાજકીય નકશામાં તે ત્રણ વિસ્તારોનો સમાવેશ કર્યો હતો. આ માટે તેમણે બંધારણમાં સુધારો પણ કર્યો હતો.

Nepal 100 rupees :  ભારત-નેપાળ સરહદ બે નદીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે

Nepal 100 rupees


Nepal 100 rupees :  ભારત, નેપાળ અને ચીનની સરહદે આવેલા આ વિસ્તારમાં, હિમાલયની નદીઓ દ્વારા રચાયેલી એક ખીણ છે, જે નેપાળ અને ભારતમાં વહેતી કાલી અથવા મહાકાલી નદીનું મૂળ છે. આ વિસ્તારને કાલાપાની પણ કહેવામાં આવે છે. લિપુલેખ પાસ પણ અહીં છે. અહીંથી ઉત્તર-પશ્ચિમ તરફ થોડા અંતરે એક બીજો પાસ છે, જેને લિમ્પિયાધુરા કહે છે.

Nepal 100 rupees

અંગ્રેજો અને નેપાળના ગોરખા રાજા વચ્ચે 1816માં થયેલા સુગૌલી કરારમાં ભારત અને નેપાળ વચ્ચેની સરહદ કાલી નદી દ્વારા નક્કી કરવામાં આવી હતી. કરાર હેઠળ, કાલી નદીનો પશ્ચિમ વિસ્તાર ભારતનો વિસ્તાર માનવામાં આવતો હતો, જ્યારે નદીના પૂર્વમાં આવતો વિસ્તાર નેપાળનો બની ગયો હતો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો