ANUPAMA :  અનુપમાની હવે રાજકારણમાં એન્ટ્રી, થઇ ભાજપમાં સામેલ  

0
653
ANUPAMA
ANUPAMA

ANUPAMA :  ટીવી શો ‘અનુપમા’એ રૂપાલી ગાંગુલીને ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રી બનાવી દીધી છે. આ સીરિયલમાં રૂપાલી ગાંગુલી ‘અનુપમા’નું પાત્ર ભજવી રહી છે, જે પોતાના જોરદાર અભિનયથી ઘર-ઘરમાં જાણીતી છે. 2020 માં, કોરોના રોગચાળા વચ્ચે શરૂ થયેલા આ શોએ ઘણા રેકોર્ડ તોડ્યા અને ‘સૌથી વધુ જોવાયેલ’ અને હવે દર્શકોનો ‘સૌથી વધુ પ્રિય’ શો બન્યો. આ શોને કારણે રૂપાલી ગાંગુલી હંમેશા સમાચારમાં રહે છે. જો કે આ સમયે તેમના ચર્ચામાં આવવાનું કારણ તેમની રાજનીતિમાં એન્ટ્રી છે.  રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ ગઈ છે.

ANUPAMA

ANUPAMA :   જો કે તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે તે લોકસભા ચૂંટણી 2024 લડશે કે નહીં, પરંતુ તેણે ભાજપમાં જોડાઈને ચર્ચાનું બજાર ચોક્કસપણે ગરમ કરી દીધું છે. અભિનેત્રી રૂપાલીએ વિનોદ તાવડે અને અનિલ બલુનીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ લીધું છે.

ANUPAMA :   રૂપાલીએ દિલ્હી હેડક્વાર્ટરમાં ભાજપ પાર્ટીનું સભ્યપદ લીધું છે. એક્ટ્રેસે આ તકે કહ્યું હતું કે, જ્યારે મેં વિકાસનો આ મહાયજ્ઞ જોયો ત્યારે મને લાગ્યું કે મારે પણ તેમાં ભાગ લેવો જોઈએ. મને તમારાં આશીર્વાદ અને સમર્થનની જરૂર છે. હું જે પણ કરું તે યોગ્ય અને સારું હોવું જોઈએ.

ANUPAMA

ANUPAMA :  કેવી રહી કેરિયરની સફર

ANUPAMA

ANUPAMA :   રૂપાલી ગાંગુલીએ સૌપ્રથમ ‘સુકન્યા’માં કામ કર્યું હતું. આ શોમાં કામ કર્યા બાદ અભિનેત્રી ‘સંજીવની’માં જોવા મળી હતી. આ શોમાં કામ કરવા બદલ, તેને ઈન્ડિયન ટેલી એવોર્ડ્સમાં બેસ્ટ નેગેટિવ રોલ માટે નોમિનેશન પણ મળ્યું હતું. આ પછી રૂપાલી ગાંગુલી ‘ભાભી’, ‘કહાની ઘર ઘર કી’, ‘બિગ બોસ 1’ અને ‘અદાલત’ જેવા ઘણા શોમાં જોવા મળી હતી. જો કે, આ પછી પણ રૂપાલી ગાંગુલીને એક શાનદાર શોની જરૂર હતી, જે તેને અનુપમા દ્વારા મળી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો