HomeBreaking NewsINDORE LOKSABHA :  સુરત બાદ ભાજપે પાડ્યો મધ્યપ્રદેશમાં મોટો ખેલ, કોંગ્રેસનો ઉમેદવાર...

INDORE LOKSABHA :  સુરત બાદ ભાજપે પાડ્યો મધ્યપ્રદેશમાં મોટો ખેલ, કોંગ્રેસનો ઉમેદવાર જ જોડાઈ ગયો ભાજપમાં  

INDORE LOKSABHA :   ગુજરાતની જેમ મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ઈન્દોર લોકસભા સીટ પરથી પાર્ટીના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાનું ઉમેદવારીપત્રક પરત ખેંચી લીધું છે. એટલું જ નહીં કોંગ્રેસ છોડીને અક્ષય બમ ભાજપમાં જોડાઈ ગયા છે. બીજેપીના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ આ જાણકારી આપી છે.

INDORE LOKSABHA

INDORE LOKSABHA :    કૈલાશ વિજયવર્ગીયએ અક્ષય બમ સાથે સેલ્ફી શેર કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, ઈન્દોરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિ બમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ડો. મોહન યાદવ અને પ્રદેશ પ્રમુખ વી.ડી.શર્માના નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત છે.

INDORE LOKSABHA :   17 વર્ષ જૂના કેસમાં અક્ષય કાંતિ બમની મુશ્કેલીઓ વધી છે

INDORE LOKSABHA

નોંધનીય છે કે ચાર દિવસ પહેલા 25 એપ્રિલના રોજ અક્ષય કાંતિ બમ અને કેટલાક અન્ય લોકો વિરુદ્ધ 17 વર્ષ જૂના હત્યાના પ્રયાસના કેસમાં આગામી સુનાવણી 10 મેના રોજ થશે. આ સાથે અક્ષય કાંતિ બમ અને અન્યોની મુશ્કેલીઓ વધી ગઈ છે.

INDORE LOKSABHA :   ભાજપના ઉમેદવાર સામે કોઈ મોટો પડકાર નથી

INDORE LOKSABHA :   અક્ષય કાંતિ બમે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. એટલે કે હવે તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડે. એક રીતે જોવામાં આવે તો હવે ભાજપના શંકર લાલવાણીને ઈન્દોરમાં કોઈ પણ પ્રકારના પડકારનો સામનો કરવો પડશે નહીં.

INDORE LOKSABHA

નોંધનીય છે કે ઈન્દોર લોકસભા સીટ પર ચૂંટણી માટે 25 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. 29મી એપ્રિલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. કોંગ્રેસને કોઈ સમાચાર મળે તે પહેલા કૈલાશ વિજયવર્ગીયએ આ ‘ઓપરેશન’ પાર પાડ્યું. ઈન્દોરમાં લોકસભા ચૂંટણી માટે 13 મેના રોજ મતદાન થશે અને 4 જૂને મતગણતરી પૂર્ણ થશે.

અક્ષય કાંતિ બમે એફિડેવિટમાં પોતાની કુલ સંપત્તિ 57 કરોડ રૂપિયા હોવાનું જાહેર કર્યું હતું. ખાસ વાત એ છે કે કોંગ્રેસના ઉમેદવાર પાસે કાર નથી. તે 14 લાખ રૂપિયાની ઘડિયાળ પહેરે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments