NILESH KUMBHANI : લોકસભાની ચૂંટણી થાય તે પહેલા જ ભાજપે સુરતની બેઠક પર જીત મેળવી લીધી છે. ચૂંટણી અધિકારીએ સુરત લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યુ હતુ. જે બાદથી જ નિલેશ કુંભાણી ક્યાંક ખોવાયા છે. જોકે, હવે કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આજે શિસ્ત સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચાના અંતે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
NILESH KUMBHANI : કોંગ્રેસ પાર્ટીએ 6 વર્ષ માટે હકાલપટ્ટી કરી
21 એપ્રિલના રોજ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. પાંચમાં દિવસે કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણી પર આકરા પગલા લેવામાં આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિની શિસ્ત સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચાના અંતે હકીકતોને ધ્યાને લઈને કુંભાણીને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે બીજી બાજુ સુરતમાં લોકસભાના ઉમેદવાર એવા નિલેશ કુંભાણીનું ફોર્મ ભરાતા જ રદ થતા ચારેકોરથી આપ અને કોંગ્રેસ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. બે દિવસ પહેલા નિલેશ કુંભાણીના ઘરની બહાર ગદ્દાર અને લોકશાહીના હત્યારા જેવા બેનર લગાવ્યા હતા. જે બાદ આજે કોંગ્રેસ દ્વાર સિટી બસ અને રિક્ષાઓ પર ‘દલાલનો દલાલ લોકશાહીનો હત્યારો’ લખાણ વાળા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.
NILESH KUMBHANI : રવિવારે કુંભાણીનું ફોર્મ ત્યારે રદ કરી દેવામાં આવ્યું હતું જયારે તેમના ત્રણ સમર્થકોએ એફિડેવિટ દાખલ કરી હતી કે તેઓએ ઉમેદવારી ફોર્મ પર સહી કરી નથી. આ પછી કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને તેમના પરિવાર કે પક્ષના સભ્યોના સંપર્કમાં પણ નથી. તેમના પરિવારના સભ્યો બુધવારે ઘરે પરત ફર્યા અને મીડિયાકર્મીઓને જણાવ્યું કે કુંભાણી તેમના સંપર્કમાં નથી. પરિવારના સભ્યોએ દાવો કર્યો હતો કે તેઓ પાર્ટીના નેતાઓ સાથે આ મુદ્દે ચર્ચા કરવા અમદાવાદ ગયા હતા.
NILESH KUMBHANI : શહેરના કોંગ્રેસ નેતૃત્વએ દાવો કર્યો હતો કે કુંભાણી તેમના સંપર્કમાં નથી અને તેમના ઇરાદા વિશે કોઈ સંદેશ મોકલ્યો નથી. પાર્ટીએ અગાઉ કુંભાણીને ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની યોજના બનાવી હતી પરંતુ તે અંડરગ્રાઉન્ડ હોવાને કારણે આ યોજના કામ કરી શકી ન હતી. અગાઉ જયારે નિલેશ કુંભાણીની ભાજપમાં જોડાવાની ચર્ચાઓ વચ્ચે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો ત્યારે તેમના ઘરે તાળું જોવા મળ્યું હતું.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો