Gujarat Weather : રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતામાં  

0
322
Gujarat Weather
Gujarat Weather

Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીના પ્રકોપ વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતના અનેક જીલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે, માવઠાથી ખેડૂતો માં ચિંતા વ્યાપી ગઈ છે, વહેલી સવારથી , છોટાઉદેપુર, તાપી, ભાવનગર, મહીસાગર, વડોદરા સહીત અનેક જીલ્લામાં માવઠાનો વરસાદ પડ્યો હતો,         

Gujarat Weather: છોટા-ઉદેપુરમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં  

Gujarat Weather

છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારના સમયે કમોસમી વરસાદ વરસ્યો છે. જિલ્લા કલેકટર કચેરી તરફથી આજે મતદાન જાગૃતિ સાયકલ રેલીનું આયોજન કરાયું છે.  આ રેલીમાં વરસતા વરસાદમાં નીકળી હતી. આ તરફ માવઠાના કારણે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે.

Gujarat Weather:  તાપીના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ

Gujarat Weather

આ તરફ તાપી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. તાપીના વાલોડ, વ્યારા, ડોલવણ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વ્યારાના મિશન નાકા, સ્ટેશન રોડ સહિતના કેટલાક વિસ્તારમાં વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો છે. આકરી ગરમી વચ્ચે વહેલી સવારે ઝાપટુ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માવઠાના કારણે ખેડૂતોના કેરી અને ઉનાળુ પાકને નુકસાન થવાની શક્યતા છે..

Gujarat Weather: ભાવનગરમાં વહેલી સવારે માવઠું

Gujarat Weather

આ તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. ભાવનગરમાં વહેલી સવારના સમયે માવઠુ વરસ્યું છે. ભાવનગર શહેરના ચિત્રા, બોર તળાવ, કુંભારવાડા, દેસાઈ નગર, રાજનગર સહિતના વિસ્તારમાં વહેલી સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને થોડીવારમાં વરસાદી ઝાપટું વરસ્યું છે. વરસાદી ઝાપટાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.

Gujarat Weather:  વડોદરામાં વરસાદથી ઠંડક પ્રસરી

Gujarat Weather


વડોદરામાં પણ ગરમીમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ બીજી તરફ અસહ્ય બફારા વચ્ચે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ એરંડા અને તુવેરના પાકને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ન્યુ વીઆઈપી રોડ, સરદાર એસ્ટેટ, આજવા રોડ સહિત શહેરમાં ઠેકઠેકાણે વરસાદી માહોલને લઈ છૂટાછવાયાં વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. વરસાદી માહોલ વચ્ચે શહેરના તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે.

Gujarat Weather:  ભાવનગરમાં ઝરમર વરસાદ

Gujarat Weather


ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં મસ્તરામબાપા મંદિર, ચિત્રા યાર્ડ, આખલોલ જગાતનાકા, નારી ચોકડી, વરતેજ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો.

Gujarat Weather: મહીસાગરના લુણાવાડા, ખાનપુરમાં વરસાદી માહોલ

Gujarat Weather


મહીસાગર જિલ્લામાં 38થી 40 ડિગ્રી તાપમાન છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહ્યું હતું. ત્યારે આજે એકાએક વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં કાળાં વાદળો ઘેરાયાં હતાં. જે બાદ જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને ખાનપુર તાલુકામાં કેટલાક ભાગોમાં હળવા વરસાદી છાંટા પડ્યા છે. વરસાદી માહોલ સર્જાતા લુણાવાડા પંથકમાં લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. બીજી તરફ ઉનાળુ પાક પકવતા ખેડૂતોને ખેતીમાં નુકસાનની ભીતિને લઈ ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. જ્યારે કેરીના પાકને પણ નુકસાન પહોંચવાની શક્યતા છે.

Gujarat Weather: સુરત શહેરમાં અમીછાંટણા પડતા ઠંડક પ્રસરી

Gujarat Weather


સુરત શહેરના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ અચાનક પલટો આવ્યો છે. સુરત સહિત જિલ્લામાં પણ આકાશ વાદળાઓથી ઘેરાયું હતું. જ્યારે સુરત શહેરમાં ભટાર, વેસુ, પાલ સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ પડ્યો હતો. વાતાવરણમાં પલટાના કારણે ભારે ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયેલા લોકોને ઠંડકનો અહેસાસ થયો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો