First Phase Election 2024 :  આવી ગઈ ઘડી…આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન

0
476
First Phase Election 2024
First Phase Election 2024

First Phase Election 2024 : દેશમાં 17મી લોકસભાનો કાર્યકાળ જુલાઇ 2024માં પુરો થવાનો છે અને હવે 18મી લોંકસભા માટે ચૂંટણી પંચે ભારતમા 7 તબક્કામાં ચૂંટણીની તારીખ જાહેર કરેલી છે. હવે તમને યાદ અપાવી દઇએ કે પહેલાં તબક્કાનું મતદાન 19 એપ્રિલ એટલે કે આવતીકાલથી શરૂ થઇ રહ્યું છે.  

First Phase Election 2024

First Phase Election 2024  : પહેલાં તબક્કાનું મતદાન આવતીકાલે 19 એપ્રિલથી શરૂ થઇ રહ્યું છે અને 21 રાજ્યોની 102 સીટ પર મતદાન થશે, જેમાં 1625 ઉમેદવારો મેદાનમાં છે. કુલ 21 રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, મણીપુર, બિહાર, મેઘાલય, જમ્મુ-કાશ્મીર, લક્ષદ્વીપ, મિઝોરમ, નાગાલેન્ડ, પુડેચેરી, સિક્કીમ, આસામ, છત્તીસગઢ, તમિલનાડુ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, આંદામાન નિકોબારનો સમાવેશ થાય છે. મતદારોને અપીલ છે કે તમારા મતાધિકારનો ઉપયોગ કરજો.

First Phase Election 2024

First Phase Election 2024  : સામાન્ય ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલે એટલે કે આવતીકાલે થશે. સીટોની વાત કરીએ તો 21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 102 સંસદીય મતવિસ્તારોમાં મતદાન થશે. આમાં જનરલ-73નો સમાવેશ થાય છે; ST-11; SC-18 અને 92 વિધાનસભા મતવિસ્તારો માટે મતદાન થશે. આ સમયગાળા દરમિયાન અરુણાચલ અને સિક્કિમની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે.

આ મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે. મતદાન સાંજે 6 વાગ્યે પૂર્ણ થશે. પ્રથમ તબક્કાના મતદાનમાં 18 લાખથી વધુ પોલિંગ ઓફિસર ભાગ લેશે. 16.63 કરોડથી વધુ મતદારો રાહ જોશે. મતદાન માટે 1.87 લાખ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. આ વખતે 8.4 કરોડ પુરૂષ મતદારો ભાગ લેશે. 8.23 કરોડ મહિલા મતદારો છે. આ સિવાય 11,371 ત્રીજા લિંગના મતદારો પણ હશે. આ ચૂંટણીમાં 35.67 લાખ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે. જ્યારે 3.51 કરોડ મતદારો 20 થી 29 વર્ષની વય જૂથના હશે.

First Phase Election 2024

First Phase Election 2024  : 1625 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

First Phase Election 2024


First Phase Election 2024 : આ વખતે 1625 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આમાં 1491 પુરુષો છે. જેમાં 134 મહિલા ઉમેદવારો હશે. 41 હેલિકોપ્ટર, 84 સ્પેશિયલ ટ્રેનો અને લગભગ 1 લાખ વાહનો ફરજ પરના સુરક્ષા કર્મચારીઓને લઈ જવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે શાંતિપૂર્ણ અને સુચારુ રીતે ચૂંટણી યોજવા માટે ઘણા વિશેષ પગલાં લીધા છે. સુરક્ષા વ્યવસ્થા માટે મતદાન મથકો પર પૂરતા પ્રમાણમાં કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા છે. 50 ટકાથી વધુ મતદાન મથકો પર વેબકાસ્ટિંગ થશે. તમામ મતદાન મથકો પર માઇક્રો ઓબ્ઝર્વર સહિત 361 નિરીક્ષકો તૈનાત રહેશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો