Rajkot weather : રાજકોટમાં ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ, 22 લોકો થયા રસ્તા પર જ બેભાન  

0
163
Rajkot weather
Rajkot weather

નોંધ : સદર સમાચારમાં ગરમીથી બેભાન થયેલા આંકડામાં વિસંગતાની નોંધ રાજકોટ જીલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવતા અમે સમાચાર પ્રસિદ્ધિમાં ભૂલ સ્વીકારી સુધારો કરેલ છે..

Rajkot weather  : ગુજરાત રાજ્ય છેલ્લા ત્રણ દિવસથી અગનભઠ્ઠી બન્યું છે. ઉત્તર-પૂર્વના ગરમ પવનો સીધા જમીન તરફ આવતાં ગુજરાતના મોટા ભાગનાં શહેરોમાં ગરમી વધી છે. ગતરોજની વાત કરીએ તો 17 એપ્રિલના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સીઝનનું સૌથી વધુ 44 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ સાથે અમરેલી જિલ્લો બુધવારે દેશમાં સૌથી વધુ ગરમ જિલ્લો બન્યો હતો.

Rajkot weather

Rajkot weather  : રાજકોટ શહેરમાં 22 લોકો થયા રસ્તા પર બેભાન

Rajkot weather  સૌરાષ્ટ્રનું એપી સેન્ટર ગણાતું રાજકોટ માં ગરમીએ હાયતોબા પોકારી દિધિ છે. રાજકોટવાસીઓની હાલત બગડી છે. રાજકોટમાં આજે રેકોર્ડ બ્રેક 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેમાં રાજકોટ શહેરમાં જ તડકો લાગવાથી 22 લોકો ગઈકાલે બેભાન થયા હતા. 

Rajkot weather

Rajkot weather  : રાજકોટ શહેરમાં ગઈકાલે રેકોર્ડ બ્રેક 44 ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી હીટવેવની સ્થિતિ છે. કાળઝાળ ગરમીનો પારો 43.8 ડિગ્રીને ઉપર જ રહેતો હોય છે. આવામાં રાજકોટ શહેરમાં જ તડકો લાગવાથી 22 લોકો ગઈકાલે બેભાન થયા હતા. 

Rajkot weather  : રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી  જણાવ્યું હતું કે  છેલ્લા 48 કલાકમાં ગરમીના કારણે બેભાન થવું, ડાયારિયા, ઉલ્ટી, ફીવર,ઉબકા,માથું દુખવું,ચક્કર આવવાં જેવા કેસો સામે આવ્યા છે. તો 108 ના કોલમાં પણ સતત વધારો થયો છે. અમારી સલાહ છે કે, બાળકો,અને સિનિયર સિટીઝન ગરમીમાં ખાસ ધ્યાન રાખે. આગામી પાંચ દિવસ સુધી તાપમાના સતત વધારો થશે. લુ-લાગવાથી હિટ સ્ટ્રોકના બનાવો વધી શકે છે.

Rajkot weather

Rajkot weather  : ગુજરાતના લોકોને હવે આકરી ગરમીથી રાહત મળવા જઈ રહી છે. હવામાન વિભાગની નવી આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યુ કે, રાજ્યમાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળવાની છે. પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થશે. 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. આગામી 24 કલાક સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં હીટવેવની આગાહી છે. સૌરાષ્ટ્રમાં ગરમીનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.