Home Breaking News HOT WEATHER : અગનભઠ્ઠી બન્યું ગુજરાત, આગામી ૨ દિવસ હજુ પડશે સખત...

HOT WEATHER : અગનભઠ્ઠી બન્યું ગુજરાત, આગામી ૨ દિવસ હજુ પડશે સખત ગરમી  

0
1031
HOT WEATHER
HOT WEATHER

HOT WEATHER : ગુજરાત છેલ્લા ત્રણ દિવસથી અગનભઠ્ઠી બન્યું છે. ઉત્તર-પૂર્વના ગરમ પવનો સીધા જમીન તરફ આવતાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગનાં શહેરોમાં ગરમી વધી છે. અમદાવાદમાં 17 એપ્રિલને બુધવારે સિઝનનું સૌથી વધુ 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યનું સૌથી વધારે તાપમાન અમરેલીમાં 44 ડિગ્રી નોંધાયું હતું. આજે પણ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં 40 ડિગ્રીને પાર તાપમાન નોંધાવાની શક્યતાઓ છે. તો સાથે અમદાવાદના તાપમાનમાં ગઈકાલ કરતાં એકાદ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ રહેલી છે. હવામાન વિભાગના જણાવ્યું મુજબ, હજુ પણ આ‌વનારા બે દિવસ ગરમીનું જોર યથાવત્ રહેશે.

HOT WEATHER :  2 વાગ્યા સુધીમાં તાપમાન 41 ડિગ્રી જશે

HOT WEATHER


આજે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 40થી 41 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતાઓ છે. ગઈકાલે શહેરીજનો વધુ તાપમાનમાં શેકાયા હતા, જ્યારે આજે એક ડિગ્રી મહત્તમ તાપમાન ઓછું રહે તેવી શક્યતાઓ છે. સવારે 10:00 વાગ્યાથી જ તાપમાનનો પારો 32 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યો હતો. ત્યારબાદ ધીમે ધીમે શહેરનું તાપમાન વધતાં 11 વાગ્યે મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રી વધીને 35 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું. . ત્યારબાદ 12:00 વાગ્યે 37 ડિગ્રી અને તે પછી સૂર્ય માથે હોય તે દરમિયાન સતત તાપમાનનો પારો વધીને બપોરના 2:00 વાગ્યા સુધીમાં 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાઈ શકે છે. બપોરના 2:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી શહેરમાં ગરમીનો પ્રકોપ વર્તાશે, ત્યારબાદ સાંજે 7:00 વાગ્યાથી ધીમે ધીમે તાપમાનનો પારો ગગડીને રાત્રે 11:00 વાગ્યા સુધીમાં 35 ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી શક્યતાઓ છે.

HOT WEATHER

HOT WEATHER :  અમદાવાદમાં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું

HOT WEATHER


હવામાન વિભાગના આંકડાઓ મુજબ, ગઈકાલે બુધવારે અમદાવાદનું તાપમાન સામાન્ય દિવસો કરતાં 2.6 ડિગ્રી વધીને 42.2 ડિગ્રીએ પહોચ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 1.7 ડિગ્રી વધીને 26.0 ડિગ્રી નોંધાયું હતું. જો કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતાં છેલ્લા 3 દિવસથી સવારના 8 વાગ્યાથી જ ગરમીનો પારો 30 ડિગ્રીથી વધુ નોંધાયો છે. સવારના 11 વાગ્યા સુધીમાં તાપમાન 34થી 35 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.

 HOT WEATHER :  ગરમ પવનો સીધા જમીન તરફ આવતાં ગરમી વધી

HOT WEATHER


એન્ટિ સાઈક્લોનિક સર્ક્યુલેશનથી બુધવારે પવનની દિશા બદલાઇને ઉત્તરથી ઉત્તર-પૂર્વના ગરમ પવનો શરૂ થયા હતા, તેની સાથે વાતાવરણમાં નીચલા લેવલે એક એન્ટિ સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હતું. જેથી ગરમ પવનો સીધા જમીન તરફ આવતા વાતાવરણમાં અચાનક ગરમી વધી હતી. આ‌વનારા બે દિવસ સુધી ગરમીનું જોર યથાવત્ રહેશે. 19, એપ્રિલ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે