Raha Kapoor is the richest star kid : રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની એક વર્ષની પુત્રી રાહા કપૂરને લાડકોડથી ઉચારી રહ્યા છે. આ બોલિવૂડ જોડી પહેલેથી જ પોતાની બાળકીને અતિ ખર્ચાળ અને ભવ્ય ગિફ્સ આપી રહ્યા છે, આ તમામ ગિફ્સમાંથી એક રાહાને બોલિવૂડની સૌથી ધનિક (અને સૌથી નાની!) સ્ટાર કિડ બનાવે છે…
Raha Kapoor : રણબીર કપૂર અને આલિયા ભટ્ટે દીકરીને આપેલી ગિફ્ટે રાહા કપૂરને બનાવી બોલિવૂડની સૌથી અમીર સ્ટાર કિડ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ટૂંક સમયમાં તેમના નવા ઘરમાં રહેવા જઈ રહ્યા છે, આ મુંબઈના બાંદ્રાના મધ્યમાં એક વૈભવી બંગલો છે, જે હાલમાં અંડર-કંસટ્રશન છે. રણબીર તેના અને આલિયાની પુત્રી રાહા કપૂરના નામ પર “બંગલાનું નામ” રાખશે. અહેવાલ મુજબ, કપૂર અને ભટ્ટના નવા નિવાસસ્થાનમાં પરિવારને રૂ. 250 કરોડનો ખર્ચ કર્યો છે. જે તેને શાહરૂખ ખાનની મન્નત અને અમિતાભ બચ્ચનના જલસાને પાછળ છોડીને મુંબઈનો સૌથી મોંઘો સેલિબ્રિટી બંગલો બનાવી દીધો છે. આ કારણે તે રાહાને “બોલિવૂડની સૌથી ધનિક સ્ટાર કિડ” પણ બનાવશે.
અહેવાલ મુજબ, રણબીર અને આલિયા “બંને તેમના સપનાનું ઘર બનાવવા માટે તેમની મહેનતની કમાણીનું સહિયારૂ રોકાણ કરી રહ્યા છે.” એવું પણ કહેવામાં આવે છે કે રણબીર કપૂર જે તેની પુત્રી રાહા કપૂરને ખૂબ પ્રેમ કરે તે આ બંગલાનું નામ તેના નામ પર રાખશે અને તેની આ નાની પરીને તે બી-ટાઉન (બોલીવુડ)ની સૌથી ધનિક સ્ટાર કિડ બનાવશે. આ વિશાળ બંગલા સાથે, આલિયા અને રણબીર બંને બાંદ્રા વિસ્તારમાં ચાર ફ્લેટ ધરાવે છે અને તેની કિંમત 60 કરોડ રૂપિયાથી વધુ છે.
રાહા કપૂરની સાથે તેની દાદી અને અભિનેત્રી નીતુ કપૂર, રણબીર કપૂર અને આલિયા ભટ્ટના નવા નિવાસસ્થાનની સહ-માલિક છે. આ એટલા માટે છે કારણ કે તેના સ્વર્ગસ્થ પતિ અને અભિનેતા ઋષિ કપૂરે તેણીને “તેની તમામ મિલકતોના અડધા માલિક” તરીકે નીતુ કપૂરને હકદાર બનાવ્યા હતા. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, નીતુ પોતે આર્થિક રીતે ખૂબ જ કેપેબલ છે અને તાજેતરમાં તેણે બાંદ્રા વિસ્તારમાં જ 15 કરોડ રૂપિયાનું ભવ્ય ઘર ખરીદ્યું છે.
એકવાર બંગલો તૈયાર થઈ ગયા બાદ નીતુ કપૂર સહિત કપૂર-ભટ્ટ પરિવાર એક જ છત નીચે સાથે રહેશે. હાલમાં, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પુત્રી રાહા સાથે ‘વાસ્તુ’માં તેમના એપાર્ટમેન્ટમાં રહે છે, જ્યાં બોલિવૂડ કપલે લગ્ન કર્યા હતા અને તેમની પુત્રીનું સ્વાગત પણ કર્યું હતું. મુંબઈના પાલી હિલમાં સ્થિત આ ભવ્ય એપાર્ટમેન્ટ 2017માં ખરીદતી વખતે રણબીર કપૂરને રૂ. 35 કરોડનો ખર્ચ થયો હતો.
વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો