RUPALA IN MORBI : રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલા રાજા-રજવાડાઓ વિશે વાણી-વિલાસ કરીને ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરી રહ્યાં છે. રૂપાલાએ બે હાથ છોડીને માફી માંગી હોવા છતાં ક્ષત્રિયો તેમની ટિકિટ રદ્દ કરવાની માંગ કરી રહ્યાં છે. એવામાં આજે મોરબી ખાતે આયોજિત ભાજપની સભા સ્થળે લગાવેલા પરષોત્તમ રુપાલાના પોસ્ટર પર કોઈએ કાળો કૂચડો મારી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આટલું જ નહીં, રેલી સ્વરૂપે પહોંચેલા ભાજપ ઉમેદવારનો કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો.
RUPALA IN MORBI : ક્ષત્રિયોના રોષનો ભોગ બની રહ્યા છે રૂપાલા
ક્ષત્રિયોના વિરોધનો સામનો કરી રહેલા ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલા મોરબી ખાતે મહારેલીને સંબોધન કરવાના છે. મોરબી પધારી રહેલા પરષોત્તમ રુપાલા આજે ભક્તિનગર સર્કલથી રેલી સ્વરૂપે નીકળ્યા બાદ ત્યાંથી ઉમિયા આશ્રમ, ઉમિયા સર્કલ, અવની ચોકડી, સુભાષનગર, રવાપર ચોકડી, વર્ધમાન ચોકડી, એસપી ચોકડી થઈને ક્લાસિક પાર્ટીપ્લોટ પહોંચશે. જ્યાં ભાજપ દ્વારા મહાસભાનું આયોજન કરવા સાથે જ ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
RUPALA IN MORBI : જો કે ભાજપ ઉમેદવારની રેલી પૂર્વે પરષોત્તમ રુપાલાના લગાવેલા બેનર પર કાળી શાહી લગાવવામાં આવી હતી. જેમાં મોરબી-રાજકોટ હાઈવે અને ભક્તિનગર સર્કલ સહિતના વિસ્તારોમાં અજાણ્યા ઈસમોએ બેનર પર રહેલ પરષોત્તમ રુપાલાની તસ્વીર પર કાળો કુચડો ફેરવી દીધો હતો. જો કે આ કૃત્ય કોણે કર્યું? તે હજુ સુધી જાણી શકાયું નથી.
RUPALA IN MORBI : બીજી તરફ આજે સાંજે રેલી સ્વરૂપે પહોંચેલા ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલાનો રાજપૂત સમાજના આગેવાનો દ્વારા કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે, ક્ષત્રિયોના વિરોધ પ્રદર્શનને જોતા પોલીસ દ્વારા ચાંપદો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવા છતાં શહેરના ઉમિયા સર્કલ નજીક રૂપાલાને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જો કે પોલીસે વિરોધ કરનારને ઝડપી પાડ્યા હતા.
વધુ સમાચાર માટે – અહી કલિક કરો,
YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો
હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો