MEA issues Travel advisory:   ઈરાન અને ઇઝરાયેલ માટે ભારત સરકારે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, લોકોને આ 2 દેશમાં જવાનું ટાળવા કહ્યું   

0
321
MEA issues Travel advisory
MEA issues Travel advisory

MEA issues Travel advisory: ભારતના વિદેશ મંત્રાલયે ઈરાન અને ઈઝરાયેલ માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે અને તમામ ભારતીયોને આગળની સૂચના સુધી ઈરાન કે ઈઝરાયલની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. મંત્રાલયે ઈરાન અને ઈઝરાયલમાં હાજર ભારતીયોને ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવા અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા વિનંતી કરી છે.

MEA issues Travel advisory:  ઈરાન આગામી 48 કલાકમાં ઈઝરાયલ પર હુમલો કરી શકે છે

MEA issues Travel advisory:   વિદેશ મંત્રાલયે શુક્રવારે એક નોટિફિકેશન બહાર પાડીને ભારતીયોને આગામી સૂચના ના મળે ત્યાં સુધી ઈરાન અને ઈઝરાયલની મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે. ઈરાન આગામી 48 કલાકમાં ઈઝરાયલ પર હુમલો કરી શકે છે તેવા અહેવાલો વચ્ચે આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

MEA issues Travel advisory:

MEA issues Travel advisory:  મંત્રાલયે એવા ભારતીયોને વિનંતી કરી છે કે જેઓ હાલમાં ઈરાન અથવા ઈઝરાયલમાં રહે છે તેઓ ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવે. વિદેશ મંત્રાલયે કહ્યું, ‘તેમને પણ વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમની સુરક્ષાને લઈને ખૂબ કાળજી રાખે અને તેમની ગતિવિધિઓને ખૂબ જ મર્યાદિત કરી દે.                                                           

MEA issues Travel advisory:

MEA issues Travel advisory: આ પહેલા વોલ સ્ટ્રીટ જર્નલે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે ઈરાન આગામી 48 કલાકમાં ઈઝરાયલ પર હુમલો કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈરાન ઈઝરાયલ પર હુમલો કરવાના રાજકીય જોખમોનું મૂલ્યાંકન કરી રહ્યું છે. બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો જ્યારે હુમલામાં સીરિયામાં ઈરાની કોન્સ્યુલેટની ઈમારત ધ્વસ્ત થઈ ગઈ. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો