NARMADA PARIKRAMA :  ઉત્તરવાહિની પંચકોષી માઁ નર્મદા પરિક્રમામાં ઉમટ્યા લાખો લોકો

0
444
NARMADA PARIKRAMA
NARMADA PARIKRAMA

NARMADA PARIKRAMA :  નર્મદા જિલ્લામા આવેલી ઉત્તરવાહિની પંચકોષી માઁ નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઇ ચુક્યો છે. માં રેવાની પ્રદક્ષિણામાં  મોટી સંખ્યામાં ભક્તો પૂરી શ્રધાથી પરિક્રમા કરવા હાલ આવી રહ્યા છે.

NARMADA PARIKRAMA  ચૈત્ર માસના પ્રારંભની અમાસથી ચૈત્ર માસના અંત સુધી 30 દિવસ સુઘી ચાલનારી આ માઁ નર્મદા પંચાકોષી પરિક્રમા માં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલતા પરિક્રમા કરવા આવે છે. દેશભરમાંથી લોકો અહીંયા પરિક્રમા કરવા આવે છે. જેનું વિશેષ મહત્વ હોઈ ભક્તો નું ઘોડાપૂર ઉમટે છે.  દિવસેને દિવસે  મોટી સંખ્યામા ભક્તો ઉમટી રહ્યા છે ,પ્રસાશન દ્વારા સુંદર વ્યવસ્થા કરવામા આવી છે. જેને લઈને ચાલુ વર્ષે પરિક્રમા વાસીઓને ઘણી રાહત થઈ છે.

NARMADA PARIKRAMA : નર્મદાપુત્ર સાવરીયા વર્ષોથી કરે છે પરિક્રમા  

NARMADA PARIKRAMA  : પવિત્ર ચૈત્ર માસમાં કરવામાં આવતી ઉત્તરવહીની માં નર્મદાની પરિક્રમની શરૂઆત હજારો વર્ષો પહેલા માર્કંડ ઋષિ એ કરી હતી. અને ખૂબ લાભ આપનારી આં પરિક્રમા છે. ચૈતર માસના 30 દિવસ સુધી આ પરિક્રમા ચાલે છે, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા થી માંગરોળ ગુવાર થઈ સાહેરાવ અને ત્યાંથી નર્મદા નદી પાર કરી સામે કિનારે તિલકવાડા, ફરી રેગણ ગામથી સામે કિનારે રામપુરા આવવાનું કીડી માકોડી ઘાટ આં 21 કિમી લાંબી પરિક્રમ પગપાળા ચાલી ને પુરિ શ્રઘ્ધાથી ભક્તો આ પરિક્રમા કરતા હોય છે, કેટલાય ભક્તો પરિક્રમા પહેલા જે ધાર્યું હોય એ કામ થાય માટે શ્રદ્ધાથી અહીં પરિક્રમા કરવા આવતા હોય છે, તેઓને નર્મદા પુત્ર સાવરિયા મહારાજ સાથે રહીને પરિક્રમા પૂર્ણ કરાવે છે.

NARMADA PARIKRAMA

NARMADA PARIKRAMA : પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નર્મદા પરિક્રમાનો રૂટ પણ યથાવત રાખ્યો છે .  રામપુરા ઘાટ અને શહેરાવ ઘાટ ખાતે નાવડીઓમાં લાઈફ જેકેટની સુવિધાઓ  સાથે બોટ ની સંખ્યા પણ વધારવામા આવી છે, શ્રદ્ધાળુઓ માટે વિસામો માટે ડોમ પહેલીવાર બનાવાયો છે. પરિક્રમા પથ સહિત સુરક્ષાની વ્યવસ્થાથી ભક્તોએ ખુશી વ્યક્ત કરી હતી તો બીજી તરફ ભોલે ગ્રુપ સહીત અન્ય સેવાભાવી સંસ્થાઑ દ્વારા ચા નાસ્તાજમવાની પણ સુવિધા કરાઈ છે.

NARMADA PARIKRAMA

વહીવટી તંત્ર દ્વારા  શ્રદ્ધાળુઓ માટે નાવડી સંચાલન, પાર્કિંગ, આરોગ્ય, સલામતી, છાંયડો, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બેબી ફિડીંગ રૂમ, કન્ટ્રોલરૂમ સાથેજ ગરમી ની સિઝન ચાલી રહી છે ત્યારે પરિક્રમા વાસીઓની તબિયત બગડે તો તાત્કાલિક સારવાર હેતુર નર્મદા પરિક્રમા રૂટ પર ઠેર ઠેર મેડિકલ ટિમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો