Solar Eclipse:   સૂર્યગ્રહણને મોબાઈલના કેમેરામાં કેદ કરવાનું વિચારી રહ્યા છો ? તો પહેલા આ વાંચી લો.. જાણો NASA એ શું કહ્યું  ?

0
405
Solar Eclipse
Solar Eclipse

Solar Eclipse:  આજે 8 માર્ચ 2024ના રોજ અમાસના દિવસે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ લાગશે.  સૂર્યગ્રહણ જોવાનો લોકોમાં અનેરો ઉત્સાહ પણ રહેલો હોય છે,  લોકો સૂર્યગ્રહણને જોવા માટે વિવિધ પ્રકારના લેન્સ વાપરતા હોય છે, આ સાથે લોકો સૂર્યગ્રહણને પોતાના કેમેરામાં કેદ પણ કરતા હોય છે, જો તમે પણ તમારા મોબાઈલના કેમેરામાં સૂર્યગ્રહણ કેદ કરવાના હોય તો એકવાર આ સમાચાર વાંચી લેજો, કેમ કે પાછળથી તમારે પસ્તાવું નહિ પડે.. અમેરિકી સંસ્થા નાસાએ મોબાઈલ કેમેરામાં સૂર્યગ્રહણ કેદ કરવું કે નહિ તે અંગેનો અભીપ્રાય આપ્યો છે…      

Solar Eclipse

અમેરિકાની સ્પેસ એજન્સી NASA એ 8 એપ્રિલે થનાર કુલ સૂર્યગ્રહણ 2024ને લઈને મહત્વપૂર્ણ ચેતવણી આપી છે. જો તમે સૂર્યગ્રહણ વિશે ઉત્સાહિત છો અને તમારા સ્માર્ટફોનમાંથી આ દુર્લભ ખગોળીય ઘટનાના ફોટા ક્લિક કરવા માંગો છો, તો તમારે સાવચેત રહેવું જોઈએ.  

Solar Eclipse

Solar Eclipse:  સોશિયલ મીડિયાના પ્રખ્યાત યુટ્યુબર માર્કસ બ્રાઉનલીએ તેના X હેન્ડલ પર એક પોસ્ટ કરી હતી અને નાસાએ સવાલ કર્યો હતો કે શું મોબાઈલ કેમેરામાં સૂર્યગ્રહણ કેદ કરી શકાય ખરા ? આનાથી કેમેરા લેન્સને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે ખરો ?  “આજ સુધી મને એ વાતનો જવાબ નથી મળ્યો કે શું સ્માર્ટફોનથી સૂર્યગ્રહણના ફોટા લેવાથી ફોનના કેમેરા સેન્સરને નુકસાન થઈ શકે છે?  જેનો જવાબ નાસાએ આપ્યો છે અને તે ખુબ આશ્ચર્યજનક છે.

Solar Eclipse:  નાસા શું કહે છે?

Solar Eclipse:  માર્કસને જવાબ આપતાં નાસાએ પોતાના ફોટો વિભાગને ટાંકીને લખ્યું કે, “સ્માર્ટફોન કેમેરાથી સૂર્યગ્રહણના ફોટા લેવાથી કેમેરા સેન્સરને નુકસાન થઈ શકે છે, પરંતુ તમે જો એને કેમરામાં કેદ કરવા માંગતા હોય તો  કેમેરા સેન્સરને સૂર્યગ્રહણની ખતરનાક શ્રેણીથી બચાવવા માટે લેન્સની આગળ ગ્રહણ કાચ લગાવવો આવશ્યક છે. આ સાથે તમારો ફોન સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે.

Solar Eclipse:   5 કલાક 25 મિનિટ ચાલશે ગ્રહણ

Solar Eclipse

Solar Eclipse:   આ ગ્રહણ અમાવસ્યા તિથિના રોજ રાત્રે 9:12થી શરૂ થશે અને બપોરે 1:25 સુધી ચાલશે. તમને જણાવી દઈએ કે 08 એપ્રિલે થનારું આ સૂર્યગ્રહણ 50 વર્ષ પછીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ હશે. આ ગ્રહણ લગભગ 5 કલાક અને 25 મિનિટ સુધી ચાલશે. પરંતુ આ ગ્રહણ ભારતમાં માન્ય રહેશે નહીં. આ ગ્રહણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, ઉત્તર ધ્રુવ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, દક્ષિણ પશ્ચિમ યુરોપ, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ વગેરે સ્થળોએ દેખાશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.