solar eclipse : આ દેશમાં ચાર મિનિટ અને નવ સેકન્ડ માટે અંધારું છવાઈ જશે !

0
1148
solar eclipse : આ દેશમાં ચાર મિનિટ અને નવ સેકન્ડ માટે અંધારું છવાઈ જશે !
solar eclipse : આ દેશમાં ચાર મિનિટ અને નવ સેકન્ડ માટે અંધારું છવાઈ જશે !

solar eclipse દર 18 મહિનામાં પૃથ્વીના કોઈને કોઈ હિસ્સામાં સૂર્યગ્રહણ જોવા મળે છે. આઠ એપ્રિલે થનારા સૂર્ય ગ્રહણને લઈને વિશ્વભરમાં લોકો ઉત્સાહિત છે. કારણ કે ઉત્તર અમેરિકાના કેટલાક વિસ્તારોમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાશે અને ત્યાં ચાર મિનિટ અને નવ સેકન્ડ માટે અંધારું છવાઈ જશે.
આ સમય છેલ્લા ચંદ્રગ્રહણોની તુલનામાં ઘણો લાંબો છે. આ કારણે જ આ ગ્રહણ દરમિયાન અનેક પ્રયોગો કરવામાં આવશે.
ચંદ્ર સૂર્યની તુલનામાં પૃથ્વી કરતા 400 ગણો વધારે નજીક છે પરંતુ ચંદ્ર આકારમાં સૂર્ય કરતા 400 ગણો નાનો પણ છે. પરિણામ સ્વરૂપે જ્યારે ચંદ્ર પૂર્ણ સંરેખણ બિંદુ પર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે તે સૂર્યને ઢાકી દે છે અને આપણે ગ્રહણ જોઈ શકીએ છીએ.

જોકે આ વખતે સૂર્યગ્રહણ solar eclipse એટલે મહત્ત્વપૂર્ણ છે કારણ કે આ ઘટનાને લાખો લોકો નિહાળી શકશે. એક અનુમાન પ્રમાણે 31 લાખ લોકો આ ગ્રહણને નિહાળી શકશે.

solar eclipse ગ્રહણ દરમિયાન ક્યા-ક્યા પ્રયોગ કરવામાં આવશે?


અમેરિકાના ઉત્તરી કેરોલિનામાં આવેલી એનસી સ્ટેટ યુનિવર્સિટી અભ્યાસ કરશે કે આ ગ્રહણ વન્ય જીવોને કેવી રીતે અસર કરશે. આ પ્રયોગ ટેક્સાસ રાજ્યાના પ્રાણી સંગ્રહાલયમાં 20 જાનવરો વર્તનનો અભ્યાસ કરશે.

નાસાના ઍક્લિપ્સ સાઉન્ડસ્કેપ પ્રોજેક્ટ પણ જાનવરોનાં વર્તનનો અભ્યાસ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ થકી જાનવરોનો અવાજ રેકૉર્ડ કરવા માટે અને ગ્રહણના કારણે સંપૂર્ણ અંધકાર દરમિયાન જાનવરોની પ્રતિક્રિયાને રેકૉર્ડ કરવા માટે માઇક્રોફોન જેવાં નાનાં ઉપકરણો લગાવવામાં આવશે.

આ ઉપરાંત solar eclipse અમેરિકાના વર્જિનિયામાં નાસાના વૉલૉપ્સ બેઝ પરથી ઍક્લિપ્સ બેલ્ટથી દૂર ત્રણ સાઉન્ડિંગ રૉકેટ લૉન્ચ કરવામાં આવશે. ઍમ્બ્રી રિડલ ઍરોનૉટિકલ યુનિવર્સિટીના આરોહ બડજાત્યા આ પ્રયોગનું નેતૃત્વ કરી રહ્યાં છે. આ રૉકેટ સૂર્ય ગ્રહણ દરમિયાન વાયુમંડળમાં થતા બદલાવોને રેકૉર્ડ કરશે.
આ ઉપરાંત ગ્રહણ દરમિયાન વાયુમંડળ અને જળવાયુ પરિવર્તનને રેકૉર્ડ કરવા માટે એક ઍક્લિપ્સ બલુન પ્રોજેક્ટ પણ લાગુ કરવામાં આવશે.

solar eclipse લગભગ 600 ફુગ્ગાઓ વાયુમંડળમાં છોડવામાં આવશે. પૃથ્વીની સપાટીથી 35 કિલોમીટર ઊંચાઈ સુધી ઊડી શકતા આ ફુગ્ગાઓ સાથે વિભિન્ન ઉપકરણો રેકૉર્ડ નોંધશે.

વર્ષ 2024નું પહેલુ solar eclipse સૂર્ય ગ્રહણ 8 એપ્રિલ 2024એ સોમવતી અમાસના દિવસે થઈ રહ્યું છે. આ પૂર્ણ સૂર્ય ગ્રહણ છે. આ સૂર્ય ગ્રહણ સૌથી વધુ અમેરિકા પર અસર નાખશે. 8 એપ્રિલે થઈ રહેલુ સૂર્ય ગ્રહણ છેલ્લા 50 વર્ષોથી સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ છે. તેનાથી ઘણા અમેરિકી રાજ્યોમાં થોડા સમય માટે પૂર્ણ અંધારુ છવાઈ જશે.

વર્ષ 2024નું પહેલુ સૂર્ય ગ્રહણ અમેરિકા, ઉત્તરી યુરોપ, એશિયા અને ઓસ્ટ્રેલિયાના અમુક ભાગોમાં જોવા મળશે. જોકે ભારતમાં આ ગ્રહણ જોવા મળશે નહીં.
ગ્રહણના એક દિવસ પહેલા ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક આવશે, જે એક ખગોળકીય ઘટના બની રહી છે.

આ સમયે ચંદ્ર પૃથ્વીથી માત્ર 3,60,000 કિલોમીટર દૂર હશે. આ સુર્યગ્રહણમાં ચંદ્ર સૂર્યને ઢાંકી દેશે, જેથી કરીને આ ગ્રહણ દરમિયાન 7.5 મિનિટ સુધી સૂર્ય નહીં દેખાય. જે એક દુર્લભ ઘટના બની રહી છે. છેલ્લીવાર આવી ઘટના વર્ષ 1973માં આફ્રિકન ખંડમાં બની હતી, એટલે કે 50 વર્ષ પહેલા. જ્યાં આટલા લાંબા સમય સુધી સૂર્ય દેખાતો નહોતો દેખાયો.

1 51

solar eclipse સૂર્ય ગ્રહણનો સૂતક કાળ

સૂર્ય ગ્રહણનો સૂતક કાળ 12 કલાક પહેલા શરૂ થઈ જાય છે. સૂર્ય ગ્રહણ ભારતીય સમયાનુસાર 8 એપ્રિલની રાત્રે 09.12 થી શરૂ થશે અને 8-9 એપ્રિલની મધ્યરાત્રિ 02.22 મિનિટ પર પૂર્ણ થશે. રાત્રે લાગવાના કારણે આ સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. ભારતમાં સૂર્ય ગ્રહણ જોવા ન મળવાના કારણે તેનો સૂતક કાળ પણ માનવામાં આવશે નહીં. દરમિયાન સોમવતી અમાસની પૂજા, સ્નાન-દાન, અનુષ્ઠાન પર કોઈ અસર પડશે નહીં. તમામ પૂજા-પાઠ સામાન્ય રીતે કરવામાં આવશે.

સોમવતી અમાસ 2024 પૂજા મુહૂર્ત

3 10

પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ તિથિની શરૂઆત 8 એપ્રિલની સવારે 03.21 મિનિટથી થશે અને રાત્રે 11.50 મિનિટ પર પૂર્ણ થશે. 8 એપ્રિલે જ અમાસ માનવામાં આવશે. આ અમાસ સોમવારના દિવસે છે તેથી તેને સોમવતી અમાસ કહેવાશે. સોમવતી અમાસ પર સ્નાન અને દાન માટે શુભ સમય સવારે 04.32 મિનિટથી લઈને સવારે 05.18 મિનિટ સુધી છે.

8 એપ્રિલના રોજ લાગવા વાળું વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 9.12 PMથી શરુ થઈ મોડી રાતે 1.25AM પર ખતમ થઇ જશે. ગ્રહણના 12 કલાક પહેલા સૂતક કાળ શરુ થઇ જશે અને ગ્રહણના સમાપન સાથે અંત થઇ જશે.