INDIA alliance : આવતીકાલે INDIA ગઠબંધનની દિલ્હીમાં મહારેલી, 28 જેટલા વિપક્ષો એકસાથે એકમંચ પર  

0
346
INDIA alliance
INDIA alliance

INDIA alliance :  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તામાં ન આવે, ભાજપ સત્તાથી દુર રહે તેના માટે 28 જેટલા વિપક્ષોએ ભેગા થઇને INDIA ગઠબંધન બનાવેલું છે અને આ ગઠબંધને હજુ સુધી શક્તિ પ્રદર્શન કર્યું નથી, પરંતુ હવે 31 માર્ચે રવિવારે INDIA ગઠબંધનના મોટા નેતાઓ દિલ્હીના રામલીલા મેદાનમાં ભેગા થઇને શક્તિ પ્રદર્શન કરી કરવાના છે. આ રેલીમાં સૂત્ર રાખવામાં આવ્યું છે તાનાશાહી હટાવો, લોકશાહી બચાવો.

INDIA alliance

INDIA alliance : INDIA ગઠબંધનાન બેનર હેઠળ 31 માર્ચને રવિવારે રામલીલા મેદાનમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 3 મુદ્દાઓ છે. એક તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી તેનો વિરોધ કરવામાં આવશે. એ જ રીતે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડનો પણ વિરોધ થશે અને કોંગ્રેસના બેંક ખાતા સીલ કરી દેવામાં આવ્યા તેનો વિરોધ જાહેર થશે.

INDIA alliance

INDIA alliance : અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા પણ કરશે સંબોધન

INDIA alliance

INDIA alliance : દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી મહારેલીમાં સુનીતા કેજરીવાલ અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનનાં પત્ની કલ્પના સોરેન પણ સંબોધન કરશે. આ સિવાય મહારેલીમાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ડેરેક ઓ’બ્રાયન, ટી. શીવા, ફારુક અબ્દુલ્લા, ચંપઈ સોરેન, કલ્પના સોરેન, સીતારામ યેચુરી, ડી. રાજા, દીપંકર ભટ્ટાચાર્ય અને ફોરવર્ડ બ્લોકના કેજી દેવરાજન જોડાશે. આ મહારેલીમાં ૨૦૦૦૦0 થી વધુ લોકો ઉમટી પડશે તેવી ઈન્ડિયા ગઠબંધનને આશા છે. આ રેલીમાં ‘તાનાશાહી હટાઓ, લોકતંત્ર બચાઓ’નો સૂત્રોચ્ચાર લખેલો હશે. લોકસભા ચૂંટણી પહેલાં ઈન્ડિયા ગઠબંધનની આ પહેલી મોટી રેલી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો