Vadodra news : રંજનબેન નહીતો હવે કોણ ? જાણો વડોદરામાં હવે કોણ બની શકે છે ભાજપના ઉમેદવાર

0
502
Vadodra news
Vadodra news

Vadodra news : ગુજરાત ભાજપમાં અચાનક ટ્વીસ્ટ આવ્યું છે, આજે સવારે વડોદરા ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે અચાનક એક સોશ્યલ મીડિયા શેર કરીને બધાને ચોંકાવી દીધા, રંજનબેન ભટ્ટે આ પૉસ્ટમાં વડોદરા લોકસભા બેઠક પરથી નહીં લડવાની વાત કહી હતી. આ પછી રાજકીય માહોલ ગરમાયો છે. છેલ્લા 10 દિવસથી રંજનબેન વિરૂદ્ધમાં શહેર અને જિલ્લામાં પૉસ્ટર વૉર અને શાબ્દિક પ્રહારો શરૂ થયા હતા, જે પછી રંજનબેન ભટ્ટે આજે ચૂંટણી મેદાનમાંથી પીછેહઠ કરી છે. 

Vadodra news

રંજનબેન ભટ્ટની પીછેહઠ બાદ હવે નવા ઉમેદવારોને લઇને પણ ચર્ચાઓ શરૂ થઇ છે. કહેવાઇ રહ્યું છે કે ભાજપ રંજનબેન ભટ્ટની જગ્યાએ જ્યોતિબેનને ટિકીટ આપશે કે પછી અન્ય કોઇ નવા ચહેરાને લઇને મંથન થશે. રંજનબેન બાદ હવે કેટલાક નવા નામો પર ચર્ચાઓ શરૂ થઇ છે. 

Vadodra news :  વડોદરા લોકસભા બેઠક માટે હવે દાવેદાર કોણ ?

• મેયર પિન્કીબેન સોની

• શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ

• પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

• દંડક બાળકૃષ્ણ શુક્લ

• પૂૃવ સાંસદ જયાબેન ઠક્કર

• પૂર્વ મેયર ડો. જ્યોતિબેન પંડયા

• સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી

• હેનાબેન ભૂપેન્દ્ર લાખાવાલા

• સુરેશ ધૂળાભાઈ પટેલ

• શબ્દશરણ બ્રહ્મભટ્ટ

ઉલ્લેખનીય છે કે, વડોદરા લોકસભા બેઠક માટે આ પહેલા હાથ ધરાયેલી સેન્સની પ્રક્રિયામાં કેટલાક ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી હતી. જોકે, પાર્ટીએ અંતે ચાલુ સાંસદ રંજનબેન ભટ્ટને ટિકીટ આપી હતી. હવે ફરી એકવાર નવા નામોની ચર્ચાઓ શરૂ થઇ ચૂકી છે.  

Vadodra news:  રંજનબેન ભટ્ટે અચાનક કેમ છોડ્યું વડોદરાનું ચૂંટણી મેદાન  ?

Vadodra news

Vadodra news  : રંજનબેન ભટ્ટે આજે સોશ્યલ મીડિયા પૉસ્ટ પર લખ્યું કે, ‘હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.’ –  આ પૉસ્ટમાં તેમને ચૂંટણી મેદાનમાં છોડવા મામલે અંગત કારણો દર્શાવ્યા છે, પરંતુ રાજકીય વર્તુળોમાં અન્ય ચર્ચાઓ પણ શરૂ થઇ છે. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો