Gujarat University: વિદેશી મુસ્લિમ વિધાર્થીઓ સાથે ગુજરાત યુનિવર્સિટીમાં મારપીટ, ગૃહ વિભાગ એકશનમાં  

0
367
Gujarat University
Gujarat University

Gujarat University : મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાની અને અન્ય વિદ્યાર્થીઓ પર કેસરી ખેસ પહેરીને આવેલા કેટલાક લોકોએ હુમલો કર્યો છે. એક ટોળું હોસ્ટેલની પ્રિમાઈસીસમાં ઘૂસ્યું હતું અને વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હતી. આ સાથે જ વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરી હોસ્ટેલમાં તોડફોડ પણ કરી હતી. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે.  

Gujarat University

Gujarat University  : ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં અફધાની 4 વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે થયેલા હુમલાની ઘટનાને લઇને  ગૃહ વિભાગ એક્શનમાં આવી ગયુ છે. સર્કિટ હાઉસમાં પોલીસ અધિકારી સાથે હર્ષ સંઘવીએ તાબડતોબ બેઠક બોલાવી છે. ઘટનાના પગલે DGP વિકાસ સહાય, અમદાવાદ CP જી.એસ.મલિક  અને IB અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યાં હતા. ઘટનાને લઇને ગૃહ મંત્રી તમામ માહિતી મેળવી રહ્યાં છે.

Gujarat University  : તોડફોડ કરવા આવેલ ટોળુ ક્યાથી આવ્યુ હતુ? યુનિ. પોલીસ સ્ટેશનનો કયો કયો સ્ટાફ ફરજ પર હતો?  હોસ્ટેલમાં ઘુસીને તોડફોડ કરનાર તત્વો કોણ હતા? વગેરે પ્રશ્નોના ઉત્તમ મેળવવા માટે પોલીસ અધિકારીઓને આદેશ આપ્યા છે. આ ઘટનાને લઇને ગુપ્તચર એજન્સીઓ પણ સતર્ક  થઈ ચૂકી છે. ગૃહ મંત્રીએ સમગ્ર ઘટનાને લઇને નિષ્પક્ષ કાર્યવાહીનો ભરોસો આપતા ઘટનાને રાજકિય રંગ ન આપવા અનુરોઘ કર્યો છે.

Gujarat University

Gujarat University  : મીડિયા સાથેની વાતચીતમાં પોલીસ કમિશનર જી. એસ. માલિકે જણાવ્યું હતું કે, મોડી રાત્રે 10.51 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન થયો હતો અને 10.56ને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 20થી 25 લોકોનું ટોળું યુનિવર્સિટીની હોસ્ટેલમાં A બ્લોકમાં પહોંચ્યું હતું. રમજાન મહિનો હતો, જેથી કેટલાક વિદ્યાર્થીઓ નમાઝ પઢી રહ્યા હતા. કેટલાક લોકોનું ટોળું આવી અને તમારે અહીંયા નમાઝ પઢવી જોઈએ નહીં. મસ્જિદમાં નમાઝ પડવી જોઈએ. તેમ કહી બોલા ચાલી અને ઝપાઝપી કરી હતી. રૂમમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા 20થી 25 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ નમાઝ કરતા હતા, તે દરમિયાન કેટલાક યુવકો ત્યાં આવ્યા હતા જેથી બંને જૂથ વચ્ચે ઘર્ષણ થતાં મામલો ઉગ્ર બન્યો હતો.બહારથી આવેલા યુવકોએ વિદેશી વિદ્યાર્થીઓને માર્યા હતા. જે મામલે અમે તાત્કાલિક ફરિયાદ નોંધાવી છે.માત્ર નમાઝનો જ વિવાદ નહોતો. પહેલેથી બન્ને ગ્રૂપની વચ્ચે આ ચાલતું હતું. એ તપાસનો વિષય છે,

Gujarat University  : હર્ષ સંઘવીએ શાહીબાગ સર્કિટ હાઉસમાં બેઠક બોલાવી

Gujarat University  : આ મામલે હર્ષ સંઘવીએ શાહીબાગ સર્કિટ હાઉસમાં બેઠક બોલાવી હતી. જેમાં IBના વડા આર.બી. બ્રહ્મભટ્ટ, રાજ્યના DGP, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિક, ક્રાઇમ JCP નીરજ બડગુજર, સાયબર ક્રાઇમના DCP અજિત રાજીયન સહિતના સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. બેઠક બાદ હર્ષ સંઘવી સહિતના બેઠકમાં હાજર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં છે. સાથે જ ક્રાઈમ બ્રાન્ચ અને ઇન્ચાર્જ ઝોન 1 ડીસીપી દ્વારા સમગ્ર હોસ્ટેલમાં તપાસ કરવામાં આવી રહી છે.

Gujarat University   : ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવારમાં ખસેડાયા

Gujarat University


Gujarat University  આ ઘટનામાં 3 વિદ્યાર્થીને ઈજા પહોંચતા SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટના સમયે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઉઝબેકિસ્તાન અને આફ્રિકાના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં હાજર હતા. આ મામલે હર્ષ સંઘવીએ શાહીબાગ સર્કિટ હાઉસમાં બેઠક બોલાવી છે. DGP અને પોલીસ કમિશનરને પણ આ અંગે તપાસના આદેશ આપ્યા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો