Vadodara News : વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલયનું આજે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ઉદઘાટન કર્યું હતું. પાટીલ સ્પીચ આપી રહ્યા હતા ત્યારે ખટંબા ગામના સરપંચ કમલેશભાઈ કાર્યક્રમમાં ધસી આવ્યા હતા, કમલેશભાઈએ ખટંબા ગામમાં સરકારી સ્કૂલ બનાવવા વારંવાર માગ કરી હતી. ભાજપ કાર્યાલય બની ગયું, હવે સરકારી સ્કૂલ પણ બનાવી આપો એવી રજૂઆત કરી હતી, આથી પાટીલે કહ્યું હતું કે બનાવી દઈશું.
Vadodara News: ભાજપ કાર્યાલય બન્યું હવે સ્કુલ ક્યારે બનશે ?
Vadodara News : વડોદરાના કપૂરાઈ ચોકડી પાસે 32 વર્ષ પછી વડોદરા જિલ્લા ભાજપને અંદાજે 9 કરોડના ખર્ચે નવું કાર્યલય મળ્યું છે. જે જિલ્લા ભાજપ કાર્યાલયનું આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે સી.આર.પાટીલ સ્પીચ આપી રહ્યા હતા. આ દરમિયાન ખટંબા ગામના સરપંચ કમલેશભાઈ મંચ નીચે પહોંચી ગયા હતા અને ખટંબા ગામમાં સરકારી શાળા બનાવવા માંગ કરી હતી અને ભાજપનું કાર્યાલય બની ગયું. જેને લીધે સી. આર. પાટીલ ગુસ્સે થયા હતા.
Vadodara News : મહત્ત્વનું છે કે, ખટંબા ગામના સરપંચે મંચ પાસે પહોંચીને કહ્યું હતું કે, ખટંબા ગામમાં સરકારી શાળા બનાવવા માંગ કરી હતી તે પૂર્ણ નથી કરી શકતા અને ભાજપનું કાર્યલય બની ગયું. હવે સરકારી શાળા પણ બનાવી આપો તેવી માંગ કરી હતી. જે બાદ સી. આર.પાટીલનો પિત્તો ગયો હતો અને સરપંચને કહી દીધું હતું કે, એકવાર કહ્યું ને તમને થઇ જશે. ત્યાર બાદ પણ સરપંચ ત્યાં જ ઉભા રહેતા ભાજપના અન્ય કાર્યકરો દોડી આવ્યા હતા અને સરપંચને પકડી બહાર લઇ ગયા હતા.
Vadodara News : આ પ્રંસગે સી. આર. પાટીલે કાર્યાલય બનાવવા સૌથી મોટો જશ પરાક્રમસિંહ જાડેજા અને પૂર્વ પ્રમુખ અશ્વિન પટેલને આપ્યો હતો. આ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલને સી. આર. પાટીલે ટોણો માર્યો હતો કે, સતીશ પટેલથી પાપડ પણ નથી તૂટવાનું ફંડ હજી સુધી તમે ભેગું નથી કર્યું, મારે જ ફંડ માટે લોકોને ફોન કરવા પડે છે. હવેથી બાકી ફંડ ભેગું કરવાની જવાબદારી શૈલેષભાઈ મહેતાને આપવી પડશે. સતીશ પટેલે તો માત્ર કાર્યલયમાં કલરનું પોતું મરાવ્યું છે.
Vadodara News : સી. આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, કમલમનું નિર્માણ કરવા માટે પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે ઝુંબેશ શરૂ કરી હતી અને દેશમાં ગુજરાત રાજ્ય ઝુંબેશમાં સૌથી મોખરે છે. કાર્યકર્તાઓને લયમાં લાવવા માટે કાર્યલય ખુબ જ જરૂરી છે.
Vadodara News : કમલમ ઓફીસમાં કઈ કઈ સુવિધાઓ
વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ‘વંદે કમલમ’માં ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રમુખ અને મહામંત્રીની ઓફિસ સાથે મોરચાની બે ઓફિસ સાથે પેન્ટ્રી છે. આ સાથે પ્રથમ માળે 32 વ્યક્તિની કેપિસિટી સાથેનો કોન્ફરન્સ રૂમ, 50ની કેપિસિટીનો મીડિયા રૂમ, VIP રૂમ છે. બીજા માળે 300ની કેપિસિટી સાથેનો કોન્ફરન્સ હોલ આવેલો છે, સાથે ઈ-લાઇબ્રેરી, VIP રૂમ અને IT સોશિયલ મીડિયા રૂમ આવેલો છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો