Haryana new CM : હરિયાણાની રાજનીતિમાં મંગળવારે પોલિટીકલ ડ્રામા જબરજસ્ત ચાલી રહ્યો છે, એકબાજુ સરકારે જેપીપી સાથેનું ગઠબંધન તોડ્યું,, થોડીકક્ષણોમાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટરે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું અને એક જ દિવસમાં નવા મુખ્યમંત્રી પણ મળી ગયા. નાયબ સિંહ સૈની એ હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીખે શપથ લીધા હતા.
Haryana new CM કુરુક્ષેત્રના સાંસદ નાયબ સિંહ સૈની હરિયાણાના નવા સીએમ તરીકે શપથ લીધા છે. તેમની 5 મંત્રીઓએ પણ શપથ લીધા હતા જેમાં મુલચંદ શર્મા, કુવરપાલ ગુર્જર, રણજીતસિંહે , જયપ્રકાશ દલાલ , બનવારી લાલે મંત્રી પદ માટે શપથ લીધા હતા. તમને જણાવી દઈએ કે નાયબ સિંહ ઓબીસી સમુદાયના મોટા નેતાઓમાં ગણાય છે, અને પૂર્વ સીએમ મનોહર લાલની નજીક પણ ગણાય છે.
Haryana new CM : નાયબ સિંહ ઓબીસી સમુદાયનો મોટો ચહેરો
Haryana new CM : નાયબ સૈનીનો જન્મ 25 જાન્યુઆરી 1970ના રોજ અંબાલાના મિર્ઝાપુર માજરા ગામમાં સૈની પરિવારમાં થયો હતો. તેમણે અભ્યાસમાં બીએ અને એલએલબી કરેલું છે. સૈની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા છે. સૈની ઓબીસી સમુદાયમાંથી આવે છે. તેમને સંસ્થામાં કામ કરવાનો લાંબો અનુભવ પણ છે.
2002માં તેઓ યુવા મોરચા ભાજપ અંબાલાના જિલ્લા મહામંત્રી બન્યા. આ પછી, વર્ષ 2005 માં, તેઓ યુવા મોરચા ભાજપ અંબાલાના જિલ્લા અધ્યક્ષ હતા. સૈની 2009માં કિસાન મોરચા બીજેપી હરિયાણાના પ્રદેશ મહાસચિવ પણ હતા. 2012માં તેઓ અંબાલા ભાજપના જિલ્લા અધ્યક્ષ બન્યા. સૈની આરએસએસના સમયથી મનોહર લાલની નજીક માનવામાં આવે છે. સૂત્રો જણાવે છે કે મુખ્યમંત્રી મનોહરલાલ ખટરે જ તેમને કુરુક્ષેત્રથી ટિકિટ આપવાની હિમાયત કરી હતી.
Haryana new CM : 2014માં સૈની નારાયણગઢ વિધાનસભાથી ચૂંટણી જીત્યા હતા. વર્ષ 2016માં તેમણે હરિયાણા સરકારમાં મંત્રી પદ સંભાળ્યું હતું. ગત લોકસભા ચૂંટણીમાં તેઓ કુરુક્ષેત્રથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. થોડા સમય પહેલા તેમને ભાજપના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો