Mohammed Shami :  સ્ટાર  ક્રિકેટર મોહમ્મદ શમીને ભાજપ આપી શકે છે લોકસભાની ટીકીટ

0
249
Mohammed Shami
Mohammed Shami

Mohammed Shami : લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ભાજપ પશ્ચિમ બંગાળમાંથી ક્રિકેટના મહારથી પર ભાગ્ય અજમાવી શકે છે. ભાજપ નેતૃત્વ પશ્ચિમ બંગાળથી ક્રિકેટ સ્ટાર મોહમ્મદ શમીને ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓએ જોર પકડ્યું છે. રણજી ટ્રોફીમાં બંગાળ તરફથી રમતા શમીએ એક ફાસ્ટ બોલર તરીકે રાષ્ટ્રીય  ખેલ પુરસ્કાર પણ મળ્યો છે.  ભાજપ  આ પ્રસ્તાવની સાથે મોહમ્મદ શમીનો સંપર્ક કરી ચુક્યું છે. જો કે અંતિમ નિર્ણય શમીએ લેવાનો છે, જે હાલ સર્જરી બાદ ક્રિકેટથી દૂર છે.

Mohammed Shami

Mohammed Shami : બશીરહાટથી ચૂંટણી લડી શકે છે શમી

ભાજપના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મોહમ્મદ શમી(Mohammed Shami) ને આગામી લોકસભા ચૂંટણી માટે પશ્ચિમ બંગાળથી ટિકિટ આપવાનો પ્રસ્તાવ અપાયો હતો અને ચર્ચા સકારાત્મક પણ રહી. ભાજપના નજીકના સૂત્રોમાં એવી પણ ચર્ચા છે કે શમીને ચૂંટણીના મેદાનમાં ઉતારવાથી ભાજપને બંગાળમાં અલ્પસંખ્યક સીટ પર જીત મળી શકે છે.

Mohammed Shami

ભાજપ શમીને બશીરહાટ લોકસભા ક્ષેત્રમાંથી મેદાનમાં ઉતારવા માગે છે. આ સંસદીય ક્ષેત્ર હાલ ઘણું જ સંવેદનશીલ છે. જે સંદેશખાલીથી હાલમાં મહિલાઓની સાથે અત્યાચારના ખૌફનાક કિસ્સાઓ સામે આવ્યા છે તે બશીરહાટ સીટમાં આવે છે. આ સંસદીય ક્ષેત્રમાં અલ્પસંખ્યક વોટની સંખ્યા સૌથી વધુ છે.રાજકીય વિશ્લેષકોના મતે શમીને મેદાનમાં ઉતારવાનો વડાપ્રધાનનો માસ્ટરસ્ટ્રોક હશે કેમકે તે હાલ ભારતીય ક્રિકેટના ટ્રેડિંગ હીરોમાંથી એક છે.

Mohammed Shami : વિશ્વકપમાં શમીએ દેખાડ્યું હતું શાનદાર પ્રદર્શન


ગત વર્ષે રમાયેલા વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરનાર Mohammed Shamiને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો. 33 વર્ષનો શમી વર્લ્ડકપની કુલ 7 મેચ રમ્યો હતો અને 24 વિકેટ લીધી હતી. આ ફાસ્ટ બોલરે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પહેલી સેમીફાઈનલમાં ઉત્કૃષ્ટ બોલિંગ કરતા 57 રન આપીને 7 વિકેટ લીધી હતી. જે 50 ઓવરના વિશ્વકપના ઈતિહાસમાં કોઈ ભારતીય બોલર દ્વારા અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. શમીએ આ ટૂર્નામેન્ટમાં કુલ 3 વખત 5 વિકેટ લીધી હતી.

Mohammed Shami

ઉત્તરપ્રદેશના CM યોગીએ શમી સાથે મુલાકાત પણ હતી. તેમણે જાહેરાત કરી હતી કે શમીના પૈતૃક ગામ અમરોહામાં એક ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ થશે. વડાપ્રધાન મોદીએ વર્લ્ડકપની ફાઈનલમાં હાર બાદ ટીમના સભ્યોને સાંત્વના આપવા માટે ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રુમમાં ગયા હતા જ્યાં તેઓ શમીને ભેટી પડ્યા હતા. શમીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. આ ઉપરાંત હાલમાં જ વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરીને શમીની પ્રશંસા કરી હતી. તેમણે શમીની સર્જરી બાદ તેમના શીઘ્ર સ્વસ્થની પ્રાર્થના કરી છે. જે બાદ શમીએ વડાપ્રધાનનો આભાર પણ માન્યો હતો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો