Lok Sabha BJP Seat: શિવરાજ સિંહને દિલ્હીનું તેડું, વસુંધરા રાજે કેમ નહીં? રાજકીય અર્થઘટન…

0
559
Lok Sabha BJP Seat: શિવરાજ સિંહને દિલ્હીનું તેડું, વસુંધરા રાજે કેમ નહીં? રાજકીય અર્થઘટન...
Lok Sabha BJP Seat: શિવરાજ સિંહને દિલ્હીનું તેડું, વસુંધરા રાજે કેમ નહીં? રાજકીય અર્થઘટન...

Lok Sabha elections / BJP Seat: દેશમાં લોકસભાની ચૂંટણી રંગ પકડી રહ્યો છે ત્યારે ભાજપે પોતાના રાજસ્થાનની 25 સીટોમાંથી 15 ચૂંટણીના મુરતિયાઓના નામ જાહેર કર્યા છે જયારે 10 સીટ હોલ્ડ પર રાખી છે. મહત્ત્વની વાત એ છે કે ભાજપે મધ્યપ્રદેશ વિધાનસભાના પરિણામ બાદ જેને સાઇડ લાઈન કરવામાં આવ્યા હતા તે શિવરાજ સિંહને દિલ્હીથી તેડું આવ્યું, જયારે વસુંધરા રાજેને આવું કોઈ આમંત્રણ હજી સુધી મળ્યું નથી.

વસુંધરા રાજેના પુત્ર દુષ્યંતને તેમની માનીતી સીટ ઝાલાવાડમાંથી ફરી ટિકિટ આપવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે વસુંધરા પોતે રાજસ્થાનને છોડવા માંગતા નથી. તે રાજસ્થાનમાં રહીને પોતાનું વર્ચસ્વ બનાવી રાખીને રાજકારણમાં રહેવા માંગે છે.

Lok Sabha BJP Seat: શિવરાજ સિંહને દિલ્હીનું તેડું, વસુંધરા રાજે કેમ નહીં? રાજકીય અર્થઘટન...
Lok Sabha BJP Seat: શિવરાજ સિંહને દિલ્હીનું તેડું, વસુંધરા રાજે કેમ નહીં? રાજકીય અર્થઘટન…

Lok Sabha BJP Seat: શિવરાજને ટિકિટ તો વસુંધરા રાજેને કેમ નહીં?

રાજકીય નિષ્ણાતોના અનુસાર વસુંધરા રાજેના બદલે વસુંધરા રાજેના પુત્રને ટિકિટ આપવામાં આવી શકે છે. મતલબ કે વસુંધરા રાજેના પુત્ર જ દિલ્હીના રાજકારણમાં સક્રિય રહેશે. રાજકીય નિષ્ણાતો એમ પણ કહે છે કે શિવરાજ સિંહ ચાલુ ધારાસભ્ય છે તેમ છતાં તેમને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે વસુંધરા રાજેને ટિકિટ આપવામાં આવી નથી. વસુંધરા રાજે ધારાસભ્ય પણ છે. આવી સ્થિતિમાં સંભવ છે કે રાજસ્થાનમાં નેતૃત્વ પરિવર્તન થાય તો વસુંધરા રાજેને ફરીથી શાસન મળી શકે છે.

ભાજપે ભલે રાજસ્થાન ભજનલાલ શર્માને સોંપ્યું હોય, પરંતુ વસુંધરા રાજ જેવું  વર્ચસ્વ તેમનામાં નથી. રાજકીય નિષ્ણાતો એમ પણ કહે છે કે જો લોકસભાની ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન સારું નહીં રહે તો નેતૃત્વ પરિવર્તનની શક્યતાઓ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં રાજસ્થાનમાં વસુંધરા રાજેથી વધુ શક્તિશાળી નેતા કોઈ નથી.

મંત્રીઓ ગજેન્દ્ર સિંહ શેખાવત, કૈલાશ મેઘવાલ અને અર્જુન મેઘવાલને ટિકિટ આપીને ભાજપે સંકેત આપ્યા છે કે તેઓ કેન્દ્રીય રાજકારણમાં જ રહેશે. આવી સ્થિતિમાં, માત્ર વસુંધરા રાજે જ ફરીથી રાજસ્થાનની કમાન સંભાળી શકે તેમ છે.

Lok Sabha BJP Seat: રાજસ્થાનમાં સીટ મામલે ઉકળતા ચરૂ જેવી સ્થતિ

ભાજપે 7 નવા ઉમેદવારોની ટિકિટ (BJP Seat) આપીને  મોટા રાજકીય સંકેતો આપ્યા છે, પરંતુ ૩ મંત્રીઓ પર ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ચુરુથી રામસિંહ કાસવાનની ટિકિટ રદ કરવામાં આવી છે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે ચુરુના સાંસદ કાસવાનને રાજેન્દ્ર રાઠોડ સાથે દુશ્મનાવટ ભારે પડી છે. રાજેન્દ્ર રાઠોડે પોતાની હાર માટે ખૂદ સાંસદને જવાબદાર ઠેરવવાના સંકેત આપ્યા હતા. જોકે તેણે કોઈનું નામ લીધું ન હતું.

ભાજપે ચુરુથી દેવેન્દ્ર ઝાઝરિયાને ટિકિટ આપી છે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે રામમંદિર અને રાષ્ટ્રવાદના આધારે ચાલી રહેલી ભાજપને પોતાના જ સાંસદોના કામમાં ભરોસો નહોતો, તેથી તેમણે ટિકિટો રદ્દ કરી. ભાજપે જે લોકસભાની જે 10 સીટો હોલ્ડ પર રાખવામાં આવી છે. આમાંથી અડધા સાંસદોની ટિકિટ પણ હવે જોખમમાં લાગી રહી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો