South Korea news : બોલો…આ દેશમાં કંપનીઓ બાળકો પેદા કરવા પર આપી રહી છે 65 લાખ રૂપિયાનું રોકડ બોનસ  

0
357
South Korea news
South Korea news

south korea  news : સામાન્ય રીતે કોઈપણ કંપની દિવાળી કે માર્ચ મહિનામાં કર્મચારીને બોનસ આપતી હોય છે, પરંતુ શું તમે કદી સાંભળ્યું છે કે કોઈ કંપની બાળકો પેદા કરવા પર બોનસ આપે, તમે  ક્યારેય કર્મચારીઓને સંતાન માટે બોનસ મેળવતા જોયા છે ?  દક્ષિણ કોરિયાની કંપનીઓ બાળક પેદા કરવા પર લાખો રૂપિયાનું બોનસ આપી રહી છે, કોરિયાની એક કંપનીનું HR એક નવી પોલીસી લઈને આવી છે જેમાં બાળક પેદા કરવા પર ૭૫૦૦૦ ડોલર એટલે કે ભારતીય રકમમાં 65 લાખ રૂપિયા સુધીનું બોનસ આપી રહી છે.   

South Korea news

south korea  news  : ઘટતો જન્મદર મુશ્કેલીનું કારણ  

એક અંદાજ પ્રમાણે દક્ષિણ કોરિયામાં બાળકનો  જન્મ દર આગામી કેટલાક વર્ષોમાં રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી શકે છે, જે તેના વસ્તી વિષયક પડકારોને વધુ ખરાબ કરી શકે છે. કોરિયામાં આ વર્ષે સ્ત્રી દીઠ અપેક્ષિત બાળકોની સંખ્યા ઘટીને 0.72 થવાની સંભાવના છે અને 2025 સુધીમાં ઘટીને 0.65 થવાની ધારણા છે. દક્ષિણ કોરિયામાં પ્રજનન દર વિશ્વમાં સૌથી નીચો છે. આવી સ્થિતિમાં દેશમાં વધુ બાળકોની જરૂરિયાત છે , જેથી  હવે દેશની કંપનીઓ પણ આગળ આવી છે અને કર્મચારીઓ માટે નવી પોલીસી બનાવી રહી છે.

South Korea news

south korea  news : દક્ષિણ કોરિયાની કંપનીઓ તેમના કર્મચારીઓને બાળકો માટે $75,000 અથવા 62,16,435 રૂપિયા સુધીનું બોનસ ઓફર કરી રહી છે. બે કંપનીઓ Booyoung Group અને Ssangbangwool એ આ મહિને તેમની ઓફિસમાં નવા જન્મ કાર્યક્રમોની જાહેરાત કરી છે. કંપનીઓએ કહ્યું છે કે તેઓ દેશના નબળા જન્મ દરને વધારવામાં મદદ કરવા $75,000 સુધીની ઓફર કરી રહી છે.

south korea  news : આ રીતે બોનસની રકમ આપવામાં આવી રહી છે

South Korea news

south korea  news : અન્ડરવેર મેન્યુફેક્ચરિંગ કંપની સાંગબેંગવુલે ગયા ગુરુવારે એક નિવેદન જારી કર્યું હતું કે તે તેના કર્મચારીઓને તેમના પ્રથમ બાળક માટે $22,400 (આશરે 18 લાખ રૂપિયા) આપશે. બીજા બાળક માટે  $22,400 (આશરે 18 લાખ રૂપિયા) આપશે અને ત્રીજા બાળક માટે $30,000 (આશરે રૂ. 25 લાખ) આપશે.  કંપનીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, નીચા જન્મ દરને નિયંત્રિત કરવું  સમાજ માટે સૌથી મહત્વપૂર્ણ કાર્ય બની ગયું છે. આ પહેલમાં કંપની જવાબદારી લેશે અને દેશમાં પ્રજનન દર વધારવામાં મદદ કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરશે.

south korea  news  : કંપનીઓ બાળકો પેદા કરવા પર આપી રહી છે જોર

South Korea news

south korea  news : Ssangbangwool સિવાય   સિઓલ સ્થિત અન્ય મેન્યુફેક્ચરિંગ કંપની બૂયોંગ ગ્રુપ દ્વારા સમાન જાહેરાત કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે કંપની તેના કર્મચારીઓને પ્રતિ બાળક $75,000 બોનસ આપશે. આ જન્મ કાર્યક્રમ હેઠળ, બૂયોંગ ગ્રુપે એવા કર્મચારીઓ માટે બોનસ વધાર્યું છે જેમને 2021 પછી બાળકો થયા છે. રિપોર્ટ અનુસાર, 70 કર્મચારીઓ એવા છે જે 2021થી માતા-પિતા બન્યા છે અને કંપની આ કર્મચારીઓને 5.25 મિલિયન ડોલર (લગભગ 43 કરોડ રૂપિયા) રોકડમાં વહેંચવાની તૈયારી કરી રહી છે.

south korea  news : સરકાર પણ કંપનીઓને મદદ કરી રહી છે

South Korea news

ચીન અને જાપાનની જેમ દક્ષિણ કોરિયા પણ ઘટી રહેલા જન્મ દરની આડ અસરો સામે ઝઝૂમી રહ્યું છે. વધતી જતી ઉંમર અને અસંતુલિત વસ્તીનો અર્થ એ છે કે દેશમાં નિવૃત્ત વૃદ્ધોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે, જ્યારે દેશમાં યુવાનોની વસ્તી ઘટી રહી છે. દક્ષિણ કોરિયાને તેની વર્તમાન વસ્તી જાળવી રાખવા માટે પ્રજનન દર 2.1ની જરૂર છે.

કંપનીઓની આ પહેલમાં સરકાર પણ યોગદાન આપી રહી છે અને 13 ફેબ્રુઆરીએ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલે તેમના વહીવટીતંત્રને તે કંપનીઓને ટેક્સ પ્રોત્સાહન અને સબસિડી આપવાનો આદેશ આપ્યો હતો.જે તેના કર્મચારીઓને બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. રાજધાની સિઓલમાં, મ્યુનિસિપલ સત્તાવાળાઓ માતાપિતાને તેમના બાળકો એક વર્ષના થાય ત્યાં સુધી દર મહિને $750 આપી રહ્યા છે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे