Udta Gujarat: પહેલા પંજાબમાં દર એક દિવસે ડ્રગ્સ ઝડપાતું હતું, પરંતુ હવે પંજાબનું સ્થાન જાણે કે ગુજરાત લઇ રહ્યું છે. ગુજરાતના દરિયાકિનારેથી ફરી એકવાર કરોડાના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.
ગીર સોમનાથના વેરાવળ બંદર પરથી એક બોટમાંથી 50 કિલોનું સિલબંધ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. દરિયાઈ માર્ગેથી ફિશિંગ બોટમાં આ નશીલો જથ્થો ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હતો. ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂપિયા 350 કરોડના 50 કિલો સિલબંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી છે. આ ઓપરેશન અંતર્ગત ત્રણ મુખ્ય આરોપીઓ સહિત 9 આરોપીઓની ધડપકડ કરવામાં આવી છે.
Udta Gujarat: રાત્રિથી તપાસનો દોર શરૂ
FSL સહિત ગીર સોમનાથ SOG અને LCB સહિતની ટીમોએ તપાસનો દોર શરુ કરી દીધો છે. મધ્ય રાત્રે બાતમીને આધારે પોલીસે આ બોટને ઝડપી પાડીને નશીલો જથ્થો કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી.
પોલીસે 9 આરોપીઓની ધડપકડ કરી
પ્રાપ્ત માહિતી પ્રમાણે, ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે દરોડો પાડવામાં આવતા હેરોઇન ડ્રગ્સનો કુલ રૂપિયા 350 કરોડના 50 કિલોના સિલબંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી છે.
આ ઓપરેશન SOG અને NDPS ની ટીમ દ્વારા સંયુક્ત રીતે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યુ છે. આ ઓપરેશન અંતર્ગત ૩ મુખ્ય આરોપીઓ સહિત 9 આરોપીઓની ધડપકડ કરવામાં આવી છે.
Udta Gujarat: આખરે કોણ ઉડતા ગુજરાત બનવવા માંગે છે
હાલ પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવી રહ્યુ હતુ, ડ્રગ્સના સપ્લાયર કોણ હતા અને કોના સુધી આ પહોંચાડવામાં આવવાનું હતુ તેમજ આ ડ્રગ્સકાંડમાં કોનો હાથ છે તે અંગે હાલ તપાસ ચાલી રહી છે.
ગુજરાતમાંથી માત્ર 2 વર્ષમાં 5338 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી કુલ 5338 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું, જેમાં દ્રારકામાંથી રૂપિયા 1 લાખ 76 હજારનું MD ડ્રગ્સ ઝડપાયું, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના સવાલ પર ગૃહરાજ્ય મંત્રીનો જવાબ વર્ષ 2022-23માં NDPS ના 512 કેસ નોંધાયા છે.
જ્યારે છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાંથી કુલ 5338 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. તેમણે વધુમાં આંકડા રજૂ કરતા દ્રારકામાંથી બે વર્ષમાં રૂપિયા 1 લાખ 76 હજારનું MD ડ્રગ્સ ઝડપાયું છે. દ્રારકામાંથી કુલ રૂપિયા 2 લાખ 40 હજારથી વધુ કિમંતના કફ સીરપના 1622 નંગ જપ્ત કરાયા છે. સાથો સાથ દ્રારકામાં 15, વડોદરા શહેર અને ગ્રામ્યમાંથી 87 લોકોની ધરપકડ કરાઇ છે.
लेटेस्ट खबरो के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे