IPL2024 :  આઈપીએલ 2024નું શેડ્યુલ જાહેર, ચેન્નાઈ અને RCB વચ્ચે રમાશે 22 માર્ચે પ્રથમ મેચ  

0
277
IPL2024
IPL2024

IPL2024 :  જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેની આખરે જાહેરાત થઇ ગઈ છે, IPLની 17મી સિઝનનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં 21 મેચોનું શેડ્યૂલ જ જાહેર કરવામાં આવ્યું છે. IPL 2024ની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 22 માર્ચના રોજ રમાશે. આ મેચ ચેન્નઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. 

IPL2024

IPL2024 :  આઈપીએલ 2024નું શેડ્યુલ

March 22 CSKRCBChennai
March 23 PBKS DCMohali
March 23KKRSRHKolkata
March 24RRLSGJaipur
March 24GTMIAhmedabad
March 25RCBPBKSBengaluru
March 26CSKGTChennai
March 27SRHMIHyderabad
March 28RRDCJaipur
March 29RCBKKRBengaluru
March 30LSGPBKSLucknow
March 31GTSRHAhmedabad
March 31DCCSKVizag
April 1MIRRMumbai
April 2RCBLSGBengaluru
April 3DCKKRVizag
April 4GTPBKSAhmedabad
April 5SRHCSKHyderabad
April 6RRRCBJaipur
April 7MIDCMumbai
April 7LSGGTLucknow
IPL2024

IPL2024 :  ચેન્નઈની ટીમ રેકોર્ડ નવમી વખત કોઈપણ IPL સિઝનની પ્રથમ મેચ રમશે. અગાઉ ચેન્નઈની ટીમ 2009, 2011, 2012, 2018, 2019, 2020, 2022 અને 2023માં ઉદ્ઘાટન મેચ રમી ચૂકી છે.દિલ્હી કેપિટલ્સની ટીમ તેની પ્રથમ બે મેચ વિશાખાપટ્ટનમમાં રમશે. WPLની ફાઈનલ દિલ્હીમાં રમાશે, તે પછી તરત જ IPL માટે મેદાન તૈયાર કરવામાં સમય લાગશે. આ કારણોસર દિલ્હીની પ્રથમ બે મેચ વિશાખાપટ્ટનમમાં યોજાશે. 

IPL2024 :  15 દિવસના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી

IPL2024

દેશમાં આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીને કારણે IPLનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી. હાલ 15 દિવસના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ બાકીની મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવશે. હાલમાં માત્ર 7 એપ્રિલ સુધી રમાનારી મેચોના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे