INDvsENG : ભારતીય ટીમને રાજકોટ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત મળી છે, આ જીત સાથે ભારતે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. ભારતે ઇગ્લેન્ડને 434 રનના મોટા માર્જીનથી માત આપી છે, ભારત તરફથી અત્યાર સુધીની ટેસ્ટ ઈતિહાસમાં આ સૌથી મોટી જીત છે.
INDvsENG : ભારતે ઈંગ્લેન્ડ સામે રાજકોટ ટેસ્ટ મેચ 434 રને જીતી લીધી છે. આ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 557 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમ લાચાર જોવા મળી હતી.ચોથા દિવસના અંતિમ સેશનમાં ઈંગ્લેન્ડની ટીમ 122 રનમાં સમેટાઈ ગઈ હતી. આ જીત સાથે રોહિત બ્રિગેડે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે.
INDvsENG : ભારતીય ટેસ્ટ ઈતિહાસની સૌથી મોટી જીત
ટેસ્ટ ઈતિહાસમાં રનના મામલે ભારતીય ટીમની આ સૌથી મોટી જીત છે. આ પહેલા તેની સૌથી મોટી જીત ડિસેમ્બર 2021માં મળી હતી. ત્યારે ભારતે વાનખેડે ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને 372 રને હરાવ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમાં માર્ક વૂડે સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે પણ બે વિકેટ ઝડપી હતી.
INDvsENG : મેચનો સૌથી મોટો હીરો યશસ્વી જયસ્વાલ રહ્યો
મેચનો સૌથી મોટો હીરો યશસ્વી જયસ્વાલ રહ્યો હતો, જયસ્વાલે બીજી ઇનિંગ્સમાં નાબાદ 214 રન બનાવ્યા હતા, આ સિવાય સરફરાઝ ખાને 68 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે શુભમન ગિલ 91 રન બનાવીને રનઆઉટ થયો હતો. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટ, ટોમ હાર્ટલી અને રેહાન અહેમદને એક-એક વિકેટ મળી હતી.
INDvsENG : નોંધનીય છે કે આ ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા, જે બાદ ઈંગ્લેન્ડની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં માત્ર 319 રન જ બનાવી શકી હતી. ભારતે પ્રથમ દાવના આધારે 126 રનની લીડ મેળવી હતી. જે બાદ ભારતે 430 રનમાં પારી ડીકલેર કરી ઇગ્લેન્ડને 557 રન નો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ઇગ્લેન્ડ માત્ર 122 રનમાં સમેટાઈ ગઈ હતી, આ જીત સાથે ભારતીય ટીમ સિરીઝમાં 2-1થી આગળ થઈ ગઈ છે.
लेटेस्ट खबरो के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे