Board Exam : વિદ્યાર્થીઓ તો ઠીક શિક્ષકોને પણ નથી આવડતો સામાન્ય સરવાળો, સરકારે ફટકાર્યો 1.54 કરોડનો દંડ  

0
536
Board Exam
Board Exam

Board Exam  : નાનપણમાં આપણને શિક્ષક સરવાળો કરવાનું શિખવાડતા હતા. પાયાનું જ્ઞાન શિક્ષક આપણને આપતા હતા પરંતુ આજે એવા શિક્ષકોની વાત કરવી છે જેમને સરવાળો કરતા નથી આવડતું! વાત એમ છે કે એવા શિક્ષકોને દંડવામાં આવ્યા છે જેમણે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓમાં વર્ષ 2022 અને વર્ષ 2023 દરમિયાન આન્સરશીટ તપાસનારા શિક્ષકો પૈકી માર્કના સરવાળામાં ભૂલ કરનાર 9218 શિક્ષકોને દંડિત કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારે શિક્ષકો પાસેથી કુલ 1,54,41,203 રકમનો દંડ ફટકાર્યો છે.  

Board Exam

Board Exam  : બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને માર્ક્સ આપવામાં સરવાળાની ભૂલ કરનારા 9218 શિક્ષકને 1.54 કરોડનો દંડ ફટકારાયો છે. વિધાનસભા ગૃહમાં ધોરણ 10, 12ની ઉત્તરવહી મૂલ્યાંકન જેવી ગંભીર કામગીરીમાં સંકળાયેલા 9218 શિક્ષકે છેલ્લાં બે વર્ષમાં બેદરકારી દાખવી હોવાની વિગતો બહાર આવી છે.

Board Exam  : વિધાનસભામાં સરકારે જ આપ્યા આ આંકડા

Board Exam

વિધાનસભામાં પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના પ્રશ્નના જવાબમાં આ વિગતો બહાર આવી છે. શિક્ષણ મંત્રીએ જવાબ આપ્યો કે, વર્ષ 2022 અને 2023 દરમિયાન ધોરણ 10માં 3350 શિક્ષકો, ધોરણ 12માં 5868 મળી કુલ 9218 શિક્ષકે માત્ર સરવાળો કરવામાં ભૂલ કરી હતી. જેથી શિક્ષણ વિભાગે આવા શિક્ષકોને 1.54 કરોડનો દંડ ફટકાર્યો હતો. આમાં પણ 2022 અને 2023 દરમિયાન ધોરણ 10માં 787 શિક્ષક અને ધોરણ 12માં 1870 મળી કુલ 2657 શિક્ષકે 50.97 લાખથી વધુનો દંડ ભર્યો નથી.

Board Exam

Board Exam   : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. માર્ચ-૨૦૨૪માં લેવાનાર ધો-૧૦ અને ધો-૧૨ની બોર્ડની પરીક્ષા અનુસંધાને ટોલ ફ્રી હેલ્પલાઇન જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની જાહેર પરીક્ષા માટે વિદ્યાર્થી, વાલી તેમજ શાળાને માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન જાહેર કરવામાં આવ્યો છે. આ ટોલ ફ્રી નંબર તા.૦૮/૦૨/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪ દરમ્યાન કાર્યરત રહેશે. આ હેલ્પલાઇનમાં એક્ષ્પર્ટ કાઉન્સેલર તેમજ સાયકોલોજીસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. હેલ્પલાઇનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૬:૦૦ નો છે.  ટોલ ફ્રી હેલ્પલાઇન નં-૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ છે.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने