Home State Punjab Chief Justice ની ચંદીગઢના મેયર ચૂંટણી કેસ પર ટિપ્પણી; “આ લોકશાહીની હત્યા...

Chief Justice ની ચંદીગઢના મેયર ચૂંટણી કેસ પર ટિપ્પણી; “આ લોકશાહીની હત્યા છે”

0
823
Chief Justice DY Chandrachud: “આ લોકશાહીની હત્યા છે”
Chief Justice DY Chandrachud: “આ લોકશાહીની હત્યા છે”

Supreme Court: ચંદીગઢ મેયરની ચૂંટણી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન Chief Justice એ કહ્યું કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે સ્પષ્ટ છે કે રિટર્નિંગ ઓફિસરે બેલેટ પેપરનો નાશ કર્યો છે.

Chief Justice DY Chandrachud: “આ લોકશાહીની હત્યા છે”
Chief Justice DY Chandrachud: “આ લોકશાહીની હત્યા છે”

Chief Justice ની ટીપ્પણી

 “શું ચૂંટણી આ જ રીતે યોજવામાં આવે છે..? આવું વર્તન લોકશાહીની હત્યા છે. આ સમગ્ર મામલાથી અમે ચોંકી ગયા છીએ. આ અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ. શું આ પ્રિસાઇડિંગ ઓફિસરનું વર્તન છે?” – 

સુપ્રીમ કોર્ટે

ઉલ્લેખનીય છે કે આ મામલે આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. આમ આદમી પાર્ટીના કાઉન્સિલર અને પાર્ટીના મેયર પદના ઉમેદવાર કુલદીપ કુમારે અરજી દાખલ કરી છે. આ અરજીની સુનાવણી Chief Justice ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે કરી હતી.

ઉપરાંત, સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા બેલેટ પેપર, વિડિયોગ્રાફી અને અન્ય સામગ્રી સહિત ચૂંટણી પ્રક્રિયાના સમગ્ર રેકોર્ડને સાચવવાનો આદેશ આપ્યો હતો. તે જ સમયે, ચંદીગઢ કોર્પોરેશનની આગામી બેઠક આગામી સુનાવણી સુધી સ્થગિત કરવાની સૂચના આપવામાં આવી.

આખરે સમગ્ર મામલો સુપ્રીમના દરવાજે કેમ પહોચ્યો.?

આમ આદમી પાર્ટીનો આરોપ છે કે, ચંદીગઢ મેયરની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે હાથ ધરવામાં આવી ન હતી અને બેલેટ પેપરમાં છેડછાડ કરવામાં આવી હતી.

આવી સ્થિતિમાં AAPએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને રિટાયર્ડ જજની દેખરેખ હેઠળ નવેસરથી ચૂંટણી કરાવવાની માંગ કરી હતી.

જો કે, હાઇકોર્ટે AAP કાઉન્સિલરને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટે ચંદીગઢ પ્રશાસન, મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રિસાઇડિંગ ઓફિસર અને નવા ચૂંટાયેલા મેયર મનોજ સોનકર અને અન્યને નોટિસ પાઠવીને ત્રણ અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહ્યું હતું.

આના પર, AAP કાઉન્સિલરે વચગાળાની રાહત ન મળવા અને ત્રણ અઠવાડિયા પછી કેસને સૂચિબદ્ધ કરવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

નવા ચૂંટાયેલા મેયરની કામગીરી અટકાવવા માટે સૂચનાઓ આપવામાં આવે તેવી પણ માંગણી અરજીમાં કરવામાં આવી છે. ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે પણ આવા જ વિરોધ દરમિયાન ભારે હોબાળો થયો હતો અને AAPના ઘણા નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે