Home State Gujarat લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા કોંગ્રેસના આ મોટા નેતા, 2500 કાર્યકરો સાથે...

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા કોંગ્રેસના આ મોટા નેતા, 2500 કાર્યકરો સાથે કર્યા કેસરિયા  

0
190
BJP Gujarat
BJP Gujarat

BJP Gujarat : લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ સંગઠનને મજબૂત બનાવવા સક્રિય રીતે કામ કરી રહી છે. આજે પણ 2500 કોંગી નેતાએ હાથનો સાથ છોડીને સી. આર પાટિલના હસ્તે કેસરિયો ધારણ કર્યો છે. આજે ખંભાતના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ પટેલ કેસરિયા કર્યા છે.  ઉલ્લેખનિય છે કે, ખંભાત બેઠકના પૂર્વ કોંગી ધારાસભ્ય ચિરાગ પટેલે થોડા સમય પહેલા જ પક્ષ અને હોદ્દા પરથી આપ્યું હતું રાજીનામુ ચિરાગ પટેલ સહિત કોંગ્રેસના 2500 કાર્યકરો ભાજપમાં જોડાયા છે.

BJP Gujarat

BJP Gujarat : આણંદ જિલ્લા ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. સીઆર પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, આજે સમગ્ર દેશ રામમય બન્યો છે અને ચિરાગભાઈએ આ ઘરવાપસીનાં કાર્યક્રમને રામમંદિર સાથે જોડ્યો તેના માટે ખુબ ખૂબ અભિનંદન. ગુજરાતમાં વિકાસ થયો છે અને આ વિકાસમાં ખંભાત પાછળ નહિ રહી જાય તેની આપ સૌને હું ખાતરી આપું છું.

 

BJP Gujarat

BJP Gujarat :2500 કાર્યકરોએ પણ કર્યા કેસરિયા  

BJP Gujarat : ખંભાતના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ પટેલ ની સાથે સાથે સ્થાનિક સરપંચો, વકીલો, ડેપ્યુટી સરપંચ, ગ્રામ્ય દૂધ મંડળીના ચેરમેન ચેરમેનો સહિત અંદાજીત 2500 જેટલા લોકોએ કોંગ્રેસનો હાથ છોડી કેસરિયો ધારણ કર્યો છે. રાજેન્દ્રસિંહ પરમાર, અમિત ચાવડા સહિત ભરતસિંહ સોલંકીના નજીકના લોકો ભાજપમાં જોડાયા  છે. ભાજપમાં સતત ભરતી મેળો ચાલી રહ્યો છે ગઇઈકાલે જ વિસાવદરથી આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા હતા.

BJP Gujarat

BJP Gujarat : અત્રે નોંધનીય છે કે બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પણ લોકસભાની ચૂંટણીના પરિપેક્ષમાં  મોટી તૈયારી આદરી દીધી છે. રાજ્યના તમામ તાલુકાઓમાં કોંગ્રેસ  સંમેલન યોજશે.સ્થાનિક પ્રશ્નોને ઉજાગર કરવા ત્રણ તાલુકાઓમાં કોંગ્રેસ  પદયાત્રા યોજશે. 75 આગેવાનોને તાલુકા કક્ષાએ સંમેલનોની જવાબદારી સોપાઇ છે.   

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

વજન વધારવાનો રામબાણ ઉપાય માત્ર 30 દિવસમાં જોવા મળશે આ ફાયદા નાળિયેર પાણી: અનેક ફાયદાથી ભરપૂર આ વસ્તુથી એસિડિટીમાં મળશે રાહત શહેનાઝનો બોલ્ડ બ્લેક ફોટોશૂટ