Kanguva New Poster: આજે બોલિવૂડ અભિનેતા બોબી દેઓલ પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. હાલના સમયમાં અભિનેતા ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં વિલનની ભૂમિકા ભજવીને દર્શકોના દિલ જીત્યા છે ત્યારે હવે આજે બોબીની સાઉથ ડેબ્યૂ ફિલ્મ કંગુવામાંથી ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ તે વિલનના રોલમાં જોવા મળવાનો છે અને તેનો ફર્સ્ટ લુક પણ ઘણો જ ખતરનાક છે.

Kanguva New Poster : આજે બોબી દેઓલના જન્મદિવસના અવસરે ફિલ્મ કંગુવાના મેકર્સ દ્વારા તેનો ફર્સ્ટ લુક જારી કરવામાં આવ્યો છે. તેમને સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, ‘નિર્દય. શક્તિશાળી. અવિસ્મરણીય. અમારા તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ ઉધિરન બોબી દેઓલ સર.

Kanguva New Poster : ફિલ્મ કંગુવામાં બોબી દેઓલ ઉધિરનના રોલમાં જોવા મળશે. આ ડાર્ક એન્ડ ઈન્ટેન્સ પોસ્ટરમાં બોબીનો લુક ઘણો જ ખતરનાક છે. દર્શકો બોબીના આ લુકને પસંદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, શિવા નિર્દેશિત અને લેખિત ફિલ્મ કંગુવામાં બોબી દેઓલની સાથે સાઉથ સુપરસ્ટાર સૂર્યા, દિશા પટણી અને યોગી બાબુ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 3Dમાં તેમજ 10 ભાષાઓમાં રિલીઝ થશે.
Kanguva New Poster : કંગુવા : અ માઇટી વેલિયન્ટ સાગા
Kanguva New Poster : આ ફિલ્મનું પુર જોશમાં માર્કેટિંગ શરુ કરવામાં આવ્યું છે, કંગુવા ભારતીય તમિલ ભાષાની અને પીરીયડ એક્શન ડ્રામા પર આધારિત ફીમ છે જેનું ડાયરેકશન શિવા કરી રહ્યા છે. ફિલ્મમાં સૂર્યા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, આ ફિલ્મથી બોબી દેઓલ સાઉથ સિનેમામાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે, સૂર્યા અને બોબી દેઓલ ઉપરાંત આ ફિલ્મમાં દિશા પટણી, જગતપતિ બાબુ, જેવા કલાકારો જોવા મળશે. કંગુવા ફિલ્મની જાહેરાત એપ્રિલ 2023 માં કરવામાં આવી હતી, ફિલ્મ 2024ની શરૂઆતમાં થિયેટરમાં 2D તેમજ 3D ફોર્મેટમાં રિલીઝ થવાની છે.
તમે આ પણ વાંચી શકો છો
તમારો એક વોટ ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે, આવી રીતે કરો વોટિંગ