TATA CARS : કિંમતોમાં 0.7% વધારો થશે, ઇનપુટ કોસ્ટમાં થયેલા વધારાને કારણે લીધો નિર્ણય
ટાટા મોટર્સ (TATA MOTORS)એ 1 ફેબ્રુઆરી, 2024 થી તેના પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં કારની કિંમતો વધારવાનો નિર્ણય લીધો છેે. જેમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) પણ સામેલ હશે. કંપનીએ કહ્યું કે તમામ વાહનોની સરેરાશ કિંમતમાં 0.7%નો વધારો કરવામાં આવશે. ટાટા મોટર્સ ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાની ભરપાઈ કરવા માટે આ પગલું ભરી રહી છે.
ટાટા મોટર્સે Q3FY24માં 1,38,455 પેસેન્જર વ્હીકલનું વેચાણ કર્યું હતું આ મહિનાની શરૂઆતમાં, ટાટા મોટર્સે જણાવ્યું હતું કે Q3FY24 માં તેનું કુલ વૈશ્વિક વેચાણ એટલે કે નાણાકીય વર્ષ 2023-24 ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 9% વધીને 3,38,177 યુનિટ્સ થયા છે. જ્યારે Q3FY24 માં પેસેન્જર વ્હીકલનું વૈશ્વિક વેચાણ વાર્ષિક ધોરણે 5% વધીને 1,38,455 યુનિટ થયું છે.
TATA CARS : 1 જાન્યુઆરીથી કોમર્શિયલ વ્હીકલ પણ મોંઘા થયા
એક મહિના પહેલા, 10 ડિસેમ્બરે, ટાટા મોટર્સે તેના તમામ કોમર્શિયલ વ્હીકલની કિંમતોમાં 3% વધારો કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું હતું કે વધેલી કિંમતો 1 જાન્યુઆરી 2024થી લાગુ થશે. આ પછી કોમર્શિયલ વ્હીકલની વધેલી કિંમતો પણ 1 જાન્યુઆરીથી લાગુ થઈ ગઈ છે.
આ કંપનીઓ પણ કરી ચુકી છે કિંમતમાં વધારો
મારુતિએ પણ 16 જાન્યુઆરીથી તેના તમામ મોડલની કારની કિંમતોમાં 0.45%નો વધારો કરી ચુકી છે. આ સિવાય મહિન્દ્રાએ થાર, સ્કોર્પિયો એન, સ્કોર્પિયો ક્લાસિક અને XUV700ની કિંમતોમાં પણ વધારો કર્યો છે. જોકે, મહિન્દ્રાએ XUV700ના કેટલાક વેરિઅન્ટની કિંમતમાં પણ ઘટાડો કર્યો હતો.
મારુતિએ ડિસેમ્બરમાં સૌથી વધુ 1.18 લાખ કારનું વેચાણ કર્યું હતું
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ એસોસિએશન એટલે કે FADAના રિપોર્ટ અનુસાર મારુતિ સુઝુકી ઈન્ડિયાએ ડિસેમ્બરમાં સૌથી વધુ 1,18,295 લાખ કારનું વેચાણ કર્યું છે. આ મહિને પેસેન્જર વાહનોની શ્રેણીમાં કંપનીનો બજાર હિસ્સો 40.37% રહ્યો છે. એક વર્ષ પહેલા ડિસેમ્બરમાં કંપનીએ 1,18,194 લાખ કાર વેચી હતી, જ્યારે તેનો બજાર હિસ્સો 41.41% હતો.
તે જ સમયે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 31,544 કારના વેચાણ સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે. એક વર્ષ પહેલા ડિસેમ્બર 2022માં મહિન્દ્રાએ 27,678 કાર વેચી હતી.
વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો