SANA JAVED BIOGRAPHY : કોણ છે સના જાવેદ, જેની સાથે શોએબ મલિકે ત્રીજી વાર કર્યા લગ્ન?

0
259
SANA JAVED BIOGRAPHY
SANA JAVED BIOGRAPHY

SANA JAVED BIOGRAPHY: શોએબ મલિકે પ્રખ્યાત પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા છે. આ ક્રિકેટરના ત્રીજા લગ્ન છે. સના જાવેદે પણ બીજા લગ્ન કર્યા છે.

છૂટાછેડાના અહેવાલો વચ્ચે પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે સાનિયા મિર્ઝા સાથે ત્રીજી વખત લગ્ન કર્યા છે.

શોએબ મલિકે પાકિસ્તાનની પ્રખ્યાત અભિનેત્રી સના જાવેદ (SANA JAVED) સાથે લગ્ન કર્યા છે, જેની તસવીરો પણ સામે આવી છે. સના અને શોએબે પોતે પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

ફોટામાં સના ગોલ્ડન બ્રાઈડલ ડ્રેસમાં જોવા મળી રહી છે. હાથમાં હેવી જ્વેલરી અને ગજરા પહેરીને અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. શોએબ પણ મેચિંગ શાલ સાથે સફેદ શેરવાની પહેરીને હેન્ડસમ દેખાઈ રહ્યો છે. ફોટો શેર કરતા કપલે કેપ્શનમાં લખ્યું – ‘અને અમે તમને જોડીમાં બનાવ્યા છે.’

SANA JAVED BIOGRAPHY : કોણ છે સના જાવેદ?

શોએબ મલિકની પત્ની સના જાવેદ એક પાકિસ્તાની અભિનેત્રી છે જે પાકિસ્તાની ડ્રામાઝમાં દેખાય છે. તેણે વર્ષ 2012માં સિરિયલ ‘શહેર-એ-જાત’થી ડેબ્યૂ કર્યું હતું. બાદમાં સના ‘રુસવાઈ’, ‘રોમિયો વેડ્સ હીર’, ‘ડર ખુદા સે’, ‘ડંક’, ‘ખાની’, ‘એ મુશ્ત-એ-ખાક’, ‘પ્યારે અફઝલ’, ‘કાલા દોરિયા’ સહિતની ઘણી સીરિયલ્સમાં જોવા મળી છે. આ દિવસોમાં તે ARY ચેનલના ડ્રામા ‘સુકૂન’માં જોવા મળી રહી છે.

સના જાવેદ (SANA JAVED)નો જન્મ 25 માર્ચ 1993ના રોજ સઉદી અરબના જેદ્દામાં થયો હતો. 

સના જાવેદના બીજા લગ્ન

સના જાવેદે પણ શોએબ સાથે લગ્ન કર્યા બાદ ઈન્સ્ટાગ્રામ પર પોતાનું નામ અપડેટ કર્યું છે. તેણે પોતાની પ્રોફાઇલમાંથી ‘સના જાવેદ’ હટાવીને હવે ‘સના શોએબ મલિક’ (SANA SHOAIB MALIK) લખી દીધું છે. ઉલ્લેખનીય છે કે શોએબ મલિક સાથે સના (SANA JAVED) ના આ બીજા લગ્ન છે. આ પહેલા સનાએ વર્ષ 2020માં પાકિસ્તાની એક્ટર અને સિંગર ઉમૈર જસવાલ સાથે લગ્ન કર્યા હતા. જોકે, બાદમાં બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા.

શોએબ-સાનિયાના છૂટાછેડા!

શોએબ મલિકના પારિવારિક સૂત્રોનું માનીએ તો શોએબે સાનિયા મિર્ઝાને છૂટાછેડા આપી દીધા છે. બંનેએ પરસ્પર સંમતિથી એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. શોએબ મલિક અને સાનિયા મિર્ઝાનો પુત્ર દુબઈમાં રહેશે, જેનો ઉછેર સાનિયા અને શોએબ એકસાથે કરશે.

shoaib

શોએબે પહેલીવાર આયેશા સિદ્દીકી સાથે લગ્ન કર્યા હતા. બંનેએ 2002માં લગ્ન કર્યા હતા. આયેશા હૈદરાબાદની એક મોડલ છે. આ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. શોએબે સાનિયા મિર્ઝા સાથે બીજા લગ્ન કર્યા. આ બંને વચ્ચેનો સંબંધ લગભગ 14 વર્ષ સુધી ચાલ્યો. હવે શોએબે ત્રીજા લગ્ન કર્યા છે. શોએબે સાનિયાને લગભગ 5 મહિના સુધી ડેટ કરી હતી. આ પછી તેઓએ લગ્ન કરી લીધા. આ બંનેની પહેલી મુલાકાત 2004-2005માં થઈ હતી.

SHOAIB FIRST WIFE

તમને જણાવી દઈએ કે સાનિયા અને શોએબે રિલેશનમાં લાંબા સમય સુધી એકબીજાને સપોર્ટ કર્યો. સાનિયાએ પોતાની આત્મકથામાં શોએબના સંબંધોનો ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે શોએબ તેની લાઈફમાં ત્યારે આવ્યો જ્યારે તે પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને ચિંતિત હતી.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો