BoatAccident : ૩ દિવસ અગાઉ બનેલી માનવવધ સમાન વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં જાહેરહિત અરજી થઇ છે, ગુજરાત હાઇકોર્ટના સુઓમોટો બાદ વધુ એક કોર્ટમાં આ અંગે જાહેરહિતની અરજી કરવામાં આવી છે, મોરબી બ્રિજ દુર્ઘટનામાં 112 પીડિત પરીવાર વતી કેસ લડતા એડવોકેટ ઉત્કર્ષ દવેએ વડોદરા બોટ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે.
BoatAccident : વડોદરા હરણી લેક બોટ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં વકીલ ઉત્કર્ષ દવેએ જાહેર હિતની અરજી દાખલ કરી છે. જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ વિરુદ્ધ પગલાં લેવા અને વડોદરા કલેક્ટર અને મ્યુનિસિલ કમિશનરને સસ્પેન્ડ કરવાની માગ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે એડવોકેટ ઉત્કર્ષ દવે મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે પણ પીડિત પરિવારો તરફથી કેસ લડી રહ્યા છે.
BoatAccident : કલેક્ટર, મ્યુનિસપિલ કમિશનરને પાર્ટી બનાવવા માગ
આ સાથે આ ઘટનાની તપાસ અર્થે SITની રચના સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના નિરીક્ષણ હેઠળ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઇ છે. આ કેસમાં વડોદરા જિલ્લા કલેક્ટર અને મ્યુનિસપિલ કમિશનરને પાર્ટી બનાવવા રજૂઆત કરાઇ છે.
BoatAccident : પીડિતોને વધુ વળતર ચૂકવવામાં આવે
અરજીમાં જણાવાયું છે કે ડિઝાસ્ટર મેનજમેન્ટ એક્ટ અંતર્ગત આ દુર્ઘટના માટે વડોદરા કલેક્ટર જવાબદાર છે. જેથી વડોદરા કલેક્ટર અને મ્યુનિસિલ કમિશનરને સસ્પેન્ડ કરીને કાયદાકીય પગલાં લેવામાં આવે. તથા પીડિતોને કેન્દ્ર અને રાજ્ય સરકારનું ફક્ત 6 લાખ રૂપિયા જ નહીં, પણ વધુ વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરાઇ છે.
BoatAccident : નોંધનીય છે કે વડોદરામાં 18 જાન્યુઆરીના દિવસે હરણી તળાવમાં શાળાના પ્રવાસે આવેલા બાળકોને લઈને જઈ રહેલી બોટ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં 12 બાળકો સહીત 14 લોકોના મોત નીપજ્યા હતા. સમગ્ર ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે પણ સુઓમોટો લઇ સુનાવણી હાથ ધરી હતી. બીજીબાજુ વડોદરા હોડી દુર્ઘટનાને લઈને પોલીસ કમિશનર દ્વારા SIT ની પણ રચના કરવામાં આવી છે. ઘટનાની તપાસ થાય તે માટે ઉચ્ચ અધિકારીઓની 7 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. આ સીટમાં જોઈન્ટ CP મનોજ નિનામા SITના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ દુર્ઘટના મામલે 10 દિવસમાં જિલ્લા મેજિસ્ટ્રેટને રિપોર્ટ સોંપવામાં આવશે.
તમે આ પણ વાંચી શકો છો
માસૂમ બાળકોના જીવ ગયા તે સાંખી નહીં લેવાય: ગુજરાત હાઈકોર્ટની ટિપ્પણી
VR LIVE GUJARAT NEWS વેબ પોર્ટલ પર કરો પ્રભુ શ્રી રામલલાના દર્શન