RAM MANDIR ENTRY PASS : દર્શનના નકલી VIP પાસ માટે વોટ્સએપ પર આવી રહી છે લિંક, ક્લિક કરતાં ફસાઈ જશો, જાણો સાચી રીત

0
423
RAM MANDIR ENTRY PASS
RAM MANDIR ENTRY PASS

RAM MANDIR ENTRY PASS : રામભક્ત કોઈપણ રીતે મંદિરમાં પ્રવેશની વ્યવસ્થા કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. આ તક મળતાં જ નકલી એન્ટ્રી આપનારા ઠગ પણ એક્ટિવ થઈ ગયા છે.

અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ પ્રસંગે લાખો ભક્તો ઉમટી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી પણ આ મહત્વપૂર્ણ અવસરમાં સામેલ થશે. દરેક રામ ભક્ત આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવા માંગે છે. લોકો કોઈપણ રીતે પ્રવેશની વ્યવસ્થા કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. તક મળતાં જ નકલી એન્ટ્રી આપનારા ઠગ પણ એક્ટિવ થઈ ગયા, તે પણ વીઆઈપી પાસ સાથે.

આ દિવસોમાં વોટ્સએપ પર એક મેસેજ ફરતો થઈ રહ્યો છે. શુભેચ્છા સંદેશની સાથે લખવામાં આવ્યું છે કે તમને 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં યોજાનાર કાર્યક્રમ માટે VIP પાસ (ENTRY PASS) આપવામાં આવી રહ્યો છે. આ મેસેજ સાથે એક લિંક મોકલવામાં આવી રહી છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે આ લિંક પર જઈને આ એપ ઇન્સ્ટોલ કરો અને ફ્રી VIP પાસ મેળવો.

આ મેસેજથી તમે છેતરાઈ ન જતા. સાયબર ઠગ હાલમાં રામ લલ્લાના દર્શન માટે VIP પાસ (ENTRY PASS) અપાવવાના નામે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.

આવી સ્થિતિમાં ઘણા સવાલ ઉભા થાય છે કે, ત્યારે તમારા સવાલો સાથે સાથે, દર્શનની સાચી પ્રોસેસ પણ જણાવીએ..

RAM MANDIR ENTRY PASS : સરકાર કે રામ મંદિર ટ્રસ્ટે કોને VIP પાસ આપ્યા છે?

મંદિર ટ્રસ્ટ અથવા સરકારે ફક્ત ખાસ લોકો માટે જ VIP પાસની વ્યવસ્થા કરી છે. આ પાસ તેમને આમંત્રણ પત્ર સાથે મોકલી દેવામાં આવ્યા છે. સરકારે વોટ્સએપ ઇન્સ્ટોલ કરવાના બદલામાં VIP પાસની કોઈ વ્યવસ્થા કરી નથી. જો તમને આવા મેસેજ મળે તો તેને ફોરવર્ડ ન કરો. ઉપરાંત, મોકલનારને ચેતવણી આપો.

શું સરકારે રામ મંદિર પૂજા માટે VIP પાસ (ENTRY PASS) માટે કોઈ એપ બનાવી છે અને તેની લિંક લોકોને મોકલવામાં આવી રહી છે?

સરકારે સામાન્ય લોકો માટે કોઈપણ પ્રકારના VIP પાસ (ENTRY PASS) ની વ્યવસ્થા કરી નથી કે કોઈ એપ પણ બનાવી નથી. આ એપના મેસેજ અને લિંક સાયબર ઠગ દ્વારા મોકલવામાં આવી રહ્યા છે. આ મેસેજથી સાવચેત રહો.

શું આ એપ્સથી તમારા બેંક ખાતાને કોઈ ખતરો છે?

છેતરપિંડી કરનારાઓ આ એપ્સથી સીધા તમારા પૈસા ચોરી શકતા નથી, પરંતુ તમને લાલચ આપીને રિમોટ એક્સેસ લઈ શકે છે. જેમ કે લેપટોપમાં Teamviewer, AnyDesk હોય છે. એ જ રીતે, મોબાઈલ ફોન એક્સેસ માટે ક્વિક સપોર્ટ જેવી ઘણી એપ્સ છે. આનાથી, તમારા ફોનની ઍક્સેસ તેમની પાસે જશે અને તેઓ તમારા મોબાઈલ ઓપરેટ કરી શકશે. છેતરપિંડી કરનારાઓને તમારી UPI એપ્સ અને OTPની પણ ઍક્સેસ હશે. આ રીતે તમારું બેંક ખાતું પણ ખાલી થઈ શકે છે. તેથી, આઉટર સોર્સથી મેળવેલ કોઈપણ APK ફાઇલને ક્યારેય ઇન્સ્ટોલ ન કરો

જો કોઈ વ્યક્તિ છેતરાઈ જાય, તો તેણે શું કરવું જોઈએ?

જે લોકો આનો ભોગ બને છે તેઓએ તરત જ 1930 નંબર પર ફરિયાદ નોંધાવવી જોઈએ. આ ઓલ ઈન્ડિયા સાયબર હેલ્પલાઈન નંબર છે. આ ઉપરાંત દરેક જિલ્લામાં સ્થાનિક સાયબર સેલની ટીમ છે. તમે ત્યાં જઈને ફરિયાદ પણ નોંધાવી શકો છો.

હવે તમને જણાવીએ રામ લલ્લાના દર્શનની સાચી પ્રોસેસ

રામલલાના દર્શન કરવા માટે પાસ (ENTRY PASS) ક્યાંથી મળશે? દર્શનનો સમય શું છે?

22 જાન્યુઆરીએ રામ મંદિરમાં અભિષેક અને ધાર્મિક વિધિઓ થશે. આ પછી VIP અને VVIP દર્શન થશે. ત્યાર બાદ સંત જાહેર દર્શન કરશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 23મી જાન્યુઆરીથી સામાન્ય લોકો અહીં દર્શન કરી શકશે. આ માટે કોઈપણ પ્રકારના પાસની જરૂર રહેશે નહીં. દર્શનનો સમય સવારે 7 થી 11 અને બપોરે 2 થી સાંજે 6 સુધીનો છે. વ્યવસ્થા જાળવવા માટે ઘણી લાઈનો લગાવવામાં આવશે.

RAM MANDIR ENTRY PASS : દર્શનના નકલી VIP પાસ માટે વોટ્સએપ પર આવી રહી છે લિંક, ક્લિક કરતાં ફસાઈ જશો, જાણો સાચી રીત

રામ મંદિરની આરતીના દર્શન માટે શું કરવું?

રામ લલ્લાની આરતી દિવસમાં ત્રણ વખત થશે. સવારે 6:30, બપોરે 12 અને સાંજે 7:30 કલાકે. આરતીમાં માત્ર પાસ ધારકો જ ભાગ લઈ શકશે.

આરતી માટે પાસ ક્યાંથી મળશે? તેની કિંમત કેટલી છે?

સવાર અને બપોરની આરતી માટે એક દિવસ અગાઉ પાસ બુક કરાવવાના રહેશે. આ બુકિંગ રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રની સત્તાવાર વેબસાઇટ srjbtkshetra.org પર જઈને પણ કરી શકાય છે.

https://online.srjbtkshetra.org/#/mobileVerification

સાંજની આરતી માટે આરતીના 30 મિનિટ પહેલા રામજન્મભૂમિની કેમ્પ ઓફિસમાં જઈને પાસ મેળવી શકાય છે. આ માટે કોઈ ફી ચૂકવવાની નથી. બુકિંગ સમયે આઈડી પ્રૂફની જરૂર પડશે. તો ધ્યાનમાં રહેવું જોઈએ કે એક આરતીમાં વધુમાં વધુ 60 લોકોને સામેલ કરવાની યોજના છે.

આરતીમાં સામેલ થવા માટે શું સૂચનાઓ આપવામાં આવી છે?

  • શ્રી રામ જન્મભુમિ તીર્થ ક્ષેત્રની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને રજીસ્ટર કરો
  • રજિસ્ટ્રેશન બાદ આરતીના 24 કલાક પહેલા તમારા મોબાઈલ પર મેસેજ આવશે
  • ઓફિશિયલ વેબસાઈટ પર જઈને આરતીમાં સામેલ થવા કન્ફર્મેશન આપવું પડશે
  • મંદિરની રિપોર્ટીંગ લોકેશનથી આપકો આરતીના પાસ મળી જશે
  • જે આઈડી પ્રુફથી બુકિંગ કરાવી છે, તે જરૂરથી સાથે લઈ જવું પડશે
  • નજીવી ફી આપીને મંદિર પરિસરમાં તમે વ્હીલ ચેર સર્વિસ મેળવી શકો છો
  • 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે તમે અલગથી પાસ લેવાની જરુર નથી

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો