Bilkis Bano case : બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપતા તમામ દોષિતોને આગામી ૨૪ કલાકમાં સરેન્ડર કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં બિલકિસ બાનોના 11 દોષિતોએ આત્મસમર્પણ કરતા પહેલા વધુ સમય આપવા માટે અરજી દાખલ કરી હતી. જેને સુપ્રીમે ફગાવી દીધી હતી. કેસના દોષિતોએ વ્યક્તિગત કારણોસર આત્મસમર્પણનો સમયગાળો વધારવાની માંગ કરી હતી.જેને સુપ્રીમે ફગાવી આગામી ૪૮ કલાકમાં સરેન્ડર કરવા આદેશ કર્યો છે.
Bilkis Bano case : દોષિતોએ જે કારણો આપ્યા તેમાં કોઈ તથ્ય નથી : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે દોષિતોને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાનો ઇનકાર કરીને આત્મસમર્પણ કરવા માટે સમય વધારવાની માગણી કરેલી અરજીને ફગાવી દીધી હતી. હવે તમામ દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 11 દોષિતોએ આત્મસમર્પણ માટેનો સમય લંબાવવા માટે જે કારણો આપ્યા છે તેમાં કોઈ તથ્ય નથી. આ પહેલા તમામ દોષિતોએ કૌટુંબિક જવાબદારીઓ અને સ્વાસ્થ્યના કારણોને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં આત્મસમર્પણનો સમયગાળો વધારવાની માંગ કરી હતી. જેમાં કેટલાક દોષિતોએ 4 અઠવાડિયાનો જ્યારે કેટલાક દોષિતોએ 6 અઠવાડિયાનો સમય માંગ્યો હતો.
Bilkis Bano case : ગુજરાત સરકારે તમામ દોષિતોની સજા માફ કરી હતી
તમને જણાવી દઈએ કે આ તમામ દોષિતો 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર ગેંગરેપ અને તેના પરિવારના સભ્યોની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા, પરંતુ ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે તેમની સજા માફ કરી તમામ દોષિતોને જેલમાંથી મુક્ત કરી દીધા હતા, જેના બાદ સુપ્રીમ કોર્ટે 08 જાન્યુઆરી 2024ના રોજ એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ બી.વી. નાગરથના (B. V. Nagarathna)ની બેન્ચે આ કેસમાં તમામ 11 દોષિતોને નિર્દોષ છોડવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો, ઉપરાંત સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં દોષિતોને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવા પણ કહ્યું હતું.
શું છે બિલકિસ બાનો મામલો? What is the Bilkis Bano case ?
2002માં ગોધરા ટ્રેન અગ્નિકાંડ બાદ થયેલા રમખાણો દરમિયાન બિલકિસ બાનો સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને તેમના પરિવારના 7 સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. ઘટના સમયે બાનોની ઉંમર 21 વર્ષ હતી. 21 જાન્યુઆરી 2008ના રોજ CBIની વિશેષ અદાલતે 11 લોકોને દોષી ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી હતી. ગયા વર્ષે 15 ઓગષ્ટના રોજ ગુજરાત સરકારે તમામ દોષિતોને જેલમાંથી મુક્ત કરી દીધા હતા.
Bilkis Bano case : તમામ 11 દોષિતોના નામ
• જસવંત નાઈ
• ગોવિંદ નાઈ
• શૈલેષ ભટ્ટ
• રાધેશ્યામ શાહ
• બિપિન ચંદ્ર જોશી
• કેસરભાઈ વોહાનિયા
• પ્રદીપ મોરધિયા
• બકાભાઈ વોહાનિયા
• રાજુભાઈ સોની
• મિતેશ ભટ્ટ
તમે આ પણ વાંચી શકો છો
12 વર્ષનાં અફેર પછી પ્રેમીએ લગ્ન કરવાનો કર્યો ઈન્કાર… પછી પોલીસે કરી જોવા વાળી