ઉત્તરાયણમાં ઉજવણીમાં મજા માણજો. પરંતુ તમારી મજા અન્ય કોઈ બીજા માટે સજા ન બને તેનું ધ્યાન પણ રાખવું જરૂરી છે રાજ્યમાં ઉતરાયણ પહેલા પતંગ-દોરાથી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અનેક વખત ઘણા લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. ઉત્તરાયણ દરમિયાન ઉડતા પક્ષીઓને દોરીના કારણે ઘણીવાર ઈજા થતી હોય છે. આપણી મજા અબોલ પક્ષીઓ માટે સજા બની જતી હોય છે. ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓને ઈજા થવાના ઘણા કિસ્સા નજરે જોવા મળતાં હોય છે. ત્યારે ઉત્તરાયણમાં વપરાતી ચાઇનીઝ દોરી મનુષ્યો તેમજ પક્ષીઓ માટે પણ જીવલેણ સાબિત થઇ છે ઉત્તરાયણ પર સાવચેતી શું રાખવી ખાસ કરીને અબોલાજીવો માટે