Babulal Kharadi: રાજસ્થાનના આ મંત્રીએ આપી બહુ ઘણા બાળકો પેદા કરવાની વાહિયાત સલાહ !! કહ્યું પીએમ મોદી તમને ઘર આપશે’ તેમણે પણ છે બે પત્ની અને 8 બાળકો  

0
330
Babulal Kharadi
Babulal Kharadi

Babulal Kharadi  : ભારત જેવા વિકાશશીલ દેશને વિકસિત દેશ બનવામાં જો કોઈ એક મુખ્યવાત આડે આવતી હોય તો તે છે દેશની વસ્તી. ભારત દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. દેશની અંદાજીત 150 કરોડની જનસંખ્યા દેશના વિકાસમાં આડકતરી રીતે અવરોધ ઉભા કરે છે, ત્યારે રાજસ્થાન ભાજપના એક મંત્રીએ તેમની જનતાને વાહિયાત સલાહ આપી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે, રાજસ્થાનના મંત્રી બાબુલાલ ખરાડીએ લોકોને વધુ બાળકો પેદા કરવાની સલાહ આપી છે અને તેની લાલચમાં વડાપ્રધાન મોદી તમને ઘર આપશે તેવું જણાવ્યું છે..   

babulalkharadimla 1623651104

Babulal Kharadi  : રાજસ્થાનના મંત્રી બાબુલાલ ખરાડીએ બુધવારે લોકોને વધુ બાળકો પેદા કરવાની સલાહ આપી હતી. એમ પણ કહ્યું કે પીએમ મોદી તેમના માટે ઘર બનાવશે. રાજસ્થાનના આદિજાતિ વિસ્તાર વિકાસ મંત્રી ખરાડીએ લોકોને કહ્યું કે પીએમ મોદીનું સપનું છે કે કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા ન સૂવે અને તેના માથા પર પોતાની છત હોય.

રાજસ્થાનના મંત્રી બાબુલાલ ખરાડીએ   ખૂબ જ વાહિયાત સલાહ આપી છે. તેણે લોકોને વધુ બાળકો પેદા કરવા કહ્યું છે. એટલું જ નહીં, તેમણે ખાતરી આપી છે કે કોઈ સમસ્યા નહીં થાય કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને રહેવા માટે છત આપશે. તમને જણાવી દઈએ કે ખરાડીને બે પત્નીઓ અને 8 બાળકો છે જેમાં 4 પુત્ર અને 4 પુત્રીઓ છે. આખો પરિવાર દયાપુરના કોટરા તાલુકાથી લગભગ ત્રણ કિલોમીટર દૂર લોઅર થાલા ગામમાં રહે છે.

GDQKp2DbgAAkMf3

શું કહ્યું બાબુલાલ ખરાડી એ ? | What did Babulal Kharadi say?

ખરાડીએ મંગળવારે ઉદયપુરમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે આ વિચિત્ર નિવેદન આપ્યું હતું. તેમણે ત્યાં હાજર લોકોને કહ્યું કે, ‘વડાપ્રધાનનું સપનું છે કે કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન સૂવે કે તેના માથા પર છત ન હોય. તમારી પાસે ઘણા બાળકો હોય. વડાપ્રધાન તમને ઘર આપશે, તો પછી વાંધો શું છે? ખરાડીએ આ નિવેદન આપતા જ ​​પ્રેક્ષકોમાં હાજર લોકો હસવા લાગ્યા હતા અને સ્થળ પર હાજર જનપ્રતિનિધિઓ એકબીજાની સામે જોતા જોવા મળ્યા હતા.

કોણ છે બાબુલાલ ખરાડી? | Who is Babulal Kharadi?

BABULAL KHARADI

 બાબુલાલ ખરાડી 2023ની વિધાનસભા ચૂંટણીમાં ઝડોલ વિધાનસભાથી ચોથી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 15મી રાજસ્થાન વિધાનસભા દરમિયાન 2022માં શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી. ખરાડીને તાજેતરમાં રાજ્યમાં કેબિનેટ મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

તમે આ પણ વાંચી શકો છો

500 વર્ષથી આ રાજપૂતોએ રામ મંદિર માટે લીધેલી છે અનોખી પ્રતિજ્ઞા