Ahmedabad : અમદાવાદની સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી ઈન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રીસર્સ સેન્ટર (આઇકેડીઆરસી) ડિરેક્ટર તરીકે ડો. વિનીત મિશ્રાએ તેમના નિવૃત્તિના પાંચ મહિના બાકી હતા ત્યારે જ અચાનક રાજીનામું આપી દીધું છે. ડોક્ટર મિશ્રા છેલ્લા ત્રણ દાયકાથી આઇકેડીઆરસી સાથે સંકળાયેલા હતા અને તેઓ છેલ્લા પાંચ વર્ષથી આઇકેડીઆરસીના ડિરેક્ટર હતા.
Ahmedabad : કિડની ઈન્સ્ટિટ્યુટ છેલ્લા કેટલાક સમયથી આંતરિક વિખવાદને કારણે ચર્ચામાં હતી. જેના કારણે ડો. મિશ્રાએ રાજીનામું રાજીનામું આપ્યું કે તેમની પાસેથી લઇ લેવામાં આવ્યું તેની ચર્ચાએ આજે સિવિલ પરિસરમાં વેગ પકડ્યો હતો.
Ahmedabad :ડો. પ્રાંજલ મોદી કિડની ઇન્સ્ટિટ્યુટના ડિરેક્ટર તરીકે ચાર્જ સોંપાયો
Ahmedabad : હવે તેમના સ્થાને ડો. પ્રાંજલ મોદી કિડની ઇન્સ્ટિટ્યુટના ડિરેક્ટર તરીકે ચાર્જ સંભાળશે. તેઓ હાલમાં ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સના વાઇસ ચાન્સલર, સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યૂ ટ્રાન્સપ્લાન્ટેશન (સોટ્ટો)ના કન્વિનર છે. ડોક્ટર પ્રાંજલ મોદીએ જણાવ્યું કે, કિડની ઈન્સ્ટિ.ના ડિરેક્ટર તરીકે તેમની સૌપ્રથમ પ્રાથમિક્તા ડોક્ટરોની સંખ્યા વધારવાની રહેશે જેથી દર્દીઓને ઓછી હાલાકીનો સામનો કરવો પડે.
Ahmedabad : ડો. વિનીત મિશ્રાના રાજીનામા પાછળ સરકારની નારાજગી પણ જવાબદાર હોવાનું મનાય છે. કારણ કે, છેલ્લા છ મહિનામાં ડો. વિનીત મિશ્રાને વારંવાર સરકારનું તેડું આવતાં ગાંધીનગરના આંટાફેરા વધી ગયા હતા. જેને પગલે છેલ્લાં છ મહિનાથી ડો. વિનીત મિશ્રા ગમે ત્યારે રાજીનામું આપશે કે સરકાર માગી લેશે તેવી ચર્ચા હતી.
કિડની હોસ્પિટલના પૂર્વ ડાયરેક્ટર ડો. એચ.એલ. ત્રિવેદીના નિધન બાદ ડો. વિનીત મિશ્રા ડાયરેક્ટર બન્યા હતા. આમ, પાંચ વર્ષના ડાયરેક્ટર તરીકેના કાર્યભાર બાદ 5 જાન્યુઆરીને શુક્રવારે ડો. વિનીત મિશ્રાએ રાજીનામું આપ્યું છે.
તમે આ પણ વાંચી શકો છો
Health Ministry guidelines : દવાઓ પરત કરવા પર ડ્રગ્સ ઓથોરિટીને જાણ કરવી ફરજિયાત