Ship Hijacked in Somalia : ભારતીય નેવી પહોંચી ગઈ છે હાઇજેક જહાજ પાસે

0
401
Ship Hijacked in Somalia
Ship Hijacked in Somalia

Ship Hijacked in Somalia : ભારતીય નૌકાદળનું એક યુદ્ધ જહાજ સોમાલિયાના દરિયાકાંઠે હાઇજેક કરાયેલા કાર્ગો જહાજ એમવી લીલા નોરફોક સુધી પહોંચી ગયું છે. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS ચેન્નાઈએ સોમાલિયાના દરિયાકાંઠે અપહરણ કરાયેલા જહાજ એમવી લીલા નોરફોકનો સંપર્ક કર્યો છે, એમ લશ્કરી અધિકારીઓએ જણાવ્યું હતું. ભારતીય સૈન્ય અધિકારીએ કહ્યું કે, હાઇજેક કરાયેલા જહાજ પર હેલિકોપ્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

GDDr0YJXgAA z

Ship Hijacked in Somalia : ભારતીય નૌકાદળનું એક યુદ્ધ જહાજ સોમાલિયાના દરિયાકાંઠે હાઇજેક કરાયેલા કાર્ગો જહાજ ‘એમવી લીલા નોરફોક’ સુધી પહોંચી ગયું છે. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS ચેન્નાઈએ સોમાલિયાના દરિયાકાંઠે અપહરણ કરાયેલા જહાજ એમવી લીલા નોરફોકનો સંપર્ક કર્યો છે.

GDFDtKEW4AAvO 3

Ship Hijacked in Somalia  : સમુદ્રી ડાકુઓઓને ચેતવણી આપવામાં આવી

Ship Hijacked in Somalia  : સૈન્ય અધિકારીએ જણાવ્યું કે, હાઇજેક કરાયેલા જહાજ પર હેલિકોપ્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે હાઇજેક કરાયેલા જહાજને છોડી દેવા માટે સમુદ્રી ડાકુઓઓને ચેતવણી આપવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે જહાજ પર હાજર તમામ ભારતીયો સુરક્ષિત છે અને મરીન કમાન્ડો માર્કોસ ઓપરેશન માટે તૈયાર છે.

GDFGKs9bEAAHaD7

Ship Hijacked in Somalia : નોંધનીય છે કે ‘MV LILA NORFOLK’ નામના જહાજને સોમાલિયાના દરિયાકાંઠેથી હાઇજેક કરવામાં આવ્યું છે. ગઈ કાલે જહાજનું અપહરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ભારતીય સેના તેના પર કડક નજર રાખી રહી છે. સોમાલિયાના દરિયાકાંઠેથી હાઇજેક કરાયેલા લાઇબેરિયન ધ્વજવાળા જહાજમાં 15 ભારતીય ક્રૂ મેમ્બર છે. ભારતીય નૌકાદળના વિમાનો જહાજ પર નજર રાખી રહ્યા છે અને ક્રૂ સાથે વાતચીત કરવામાં આવી છે.

તમે આ પણ વાંચી શકો છો
indian army in Maldives : ભારત પોતાની સેના પાછી બોલાવી લે : માલદીવના રાષ્ટ્રપતિનું નિવેદન