Cyber Kidnapping : તમને પકડ્યા વગર જ કરવામાં આવે છે તમારું સાયબર કીડનેપીંગ ? જાણો કેવી રીતે

0
374
Cyber Kidnapping
Cyber Kidnapping

Cyber Kidnapping :  વર્ષ 2024ની શરૂઆતમાં સાયબર કિડનેપિંગની ખૂબ ચર્ચા થઈ રહી છે . તાજેતરમાં અમેરિકાના ઉટાહ શહેરમાં સાયબર કિડનેપિંગનો મામલો સામે આવ્યો છે. આ સિવાય ચીનના વિદ્યાર્થીનું નકલી અપહરણ પણ થયું હતું. આ પછી 66.62 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આજે અમે તમને સાયબર કીડનેપીંગ શું છે , જેના દ્વારા સાયબર ગુનેગારો લોકોને છેતરે છે. અને ચીનના વિધાર્થીનો કેસ શું હતો તે અંગે જણાવીશું….

Cyber Kidnapping
Cyber Kidnapping

 Cyber Kidnapping : શું છે સાયબર કીડનેપીંગ ?

સાયબર અપહરણને સરળ ભાષામાં નકલી અપહરણ કહી શકાય. ગુનેગારો વ્યક્તિ પાસેથી પૈસા પડાવવા માટે આવું કરે છે. ત્યારપછી હાથ-પગ બાંધવાના નકલી ફોટો-વિડિયોનો ઉપયોગ કરવામાં આવે છે. ફોટો-વિડિયો બનાવવામાં ડીપ ફેકનો ઉપયોગ કરવામાં આવે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા વાસ્તવિક અપહરણનું દ્રશ્ય સર્જવામાં આવે છે. આ ફોટો-વિડિયો દ્વારા ખંડણીની માંગણી કરવામાં આવે છે. બાદમાં જાણવા મળે છે કે અપહરણ અસલી નહીં પરંતુ નકલી હતું.

Cyber Kidnapping
Cyber Kidnapping

Cyber Kidnapping : ચીનના વિધાર્થીના અપહરણનો કેસ શું હતો ?

ચીનના વિદ્યાર્થીનું નકલી અપહરણ કરવામાં આવ્યું હતું . અપહરણકર્તાઓએ વિદ્યાર્થીની માહિતી એકઠી કરી વિદ્યાર્થિનીનો ફોન દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. ગુનેગારોએ વિદ્યાર્થીને એક ડુંગર પર જતા રહેવા કહેવામાં આવ્યું અને તે ડુંગર પર રહેવા નહિ જાય તો એ લોકોએ પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપી હતી . ગુનેગારોના ડરને કારણે, ઝુઆંગ એક બરફીલા ટેકરી પર રહેવા લાગ્યો. ગુંડાઓએ ઝુઆંગના પરિવારને કહ્યું કે તેમના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું છે. ગુંડાઓએ ઝુઆંગના પરિવાર પાસેથી 66.62 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. ઝુઆંગના પરિવારે અપહરણકર્તાઓને 66.62 લાખ રૂપિયાની રકમ આપી હતી. તપાસ બાદ પોલીસે કાઈ ઝુઆંગને બરફીલા પહાડ પરથી શોધી કાઢ્યો હતો.

Cyber Kidnapping

નોંધનીય બાબત છે કે સાયબર કિડનેપિંગથી બચવા માટે અજાણ્યા નંબરો પરથી કૉલ ન ઉપાડવો મહત્વપૂર્ણ છે. આ સિવાય જો તમને આવા ફોન આવે તો એકવાર તમારા પરિવારના સભ્યો સાથે વાત કરો. તેમજ બને તેટલી વહેલી તકે પોલીસનો સંપર્ક કરો.

તમે આ પણ વાંચી શકો છો

melodi : શું સાચે વડાપ્રધાન મોદીના બીચ ફોટો બાદ ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ બીચ વાળો ફોટો શેર કર્યો ? શું છે હકીકત