કાયદાના ફાયદા 1287 | ઈન્કમ ટેક્સ એક્ટ Income Tax Act

    0
    341
    Income Tax Act
    Income Tax Act

    Income Tax Act, ઈન્કમ ટેક્સ એક્ટ , આવકવેરામાં કરદાતાઓને અનેક લાભ કેવી રીતે,
    હોમ લોન પર આવકવેરામાં છૂટનો લાભ મળે ? ઈન્કમ ટેક્સ એક્ટ, Income Tax Act
    આવકવેરામાં કરદાતાઓને અનેક લાભ કેવી રીતે
    Income Tax Act હોમ લોન પર આવકવેરામાં છૂટનો લાભ મળે ?

    Income Tax Act 1


    જાણો પગારદાર માટે ઈન્કમ ટેક્સ એક્ટની માહિતી
    વેપારીઓ માટે ઈન્કમ ટેક્સ એક્ટ કેવો છે ?
    Income Tax Act ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહી કેવી હોય છે ?

    Income Tax Act 2


    ઇન્કમટેક્સ અંગે મેળવો સાચી સમજણ
    ઇન્કમટેક્સ રીટર્ન ભરવું ફરજીયાત છે ?
    મહિલાઓ માટે ઇન્કમટેક્સ એક્ટ અલગ છે કે સરખા

    Income Tax Act 3

    એક રીતે એક ગણિત તૈયાર કરવામાં આવ્યું છે. નવી સ્કીમનો લાભ એમને જ મળશે, જેમણે કોઈ પ્રકારનું રોકાણ કર્યું નથી.

    સામાન્ય રીતે જે પણ આ ઇન્કમટૅક્સની સીમામાં હોય, તેઓ દસ લાખ અથવા 15 લાખ રૂપિયાની વાર્ષિક આવકના દાયરામાં આવતા હોય, તેમની પાસે કેટલીક બચત યોજનાઓ પહેલાંથી જ હોય છે.

    સરકારે ફેરફારના રૂપમાં એક નવી વૈકલ્પિક વ્યવસ્થા કરી છે, આ વૈકલ્પિક વ્યવસ્થામાં એમ કહેવામાં આવ્યું છે કે પહેલાં તમે જે તમામ છૂટછાટ લેતા હતા, તે છોડી દેશો તો તમારે ટૅક્સ ઓછો આપવો પડશે.

    નવી વૈકલ્પિક વ્યવસ્થામાં ચારથી પાંચ ટૅક્સસ્લૅબ બનાવી દેવામાં આવ્યા છે.

    પાંચ લાખ રૂપિયાથી સાડા સાત લાખ રૂપિયાની આવક પર પહેલાં 20 ટકા ટૅક્સ ભરવાનો હતો, હવે તેને ઘટાડીને દસ ટકા કરવામાં આવ્યો છે.

    આ રીતે સાડા સાત લાખ રૂપિયાથી દસ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર પહેલાં 20 ટકાના દરે ટૅક્સ ભરવાનો થતો હતો, હવે 15 ટકાના દરથી ટૅક્સ ભરવો પડશે.

    દસ લાખથી 15 લાખ માટે જે સ્લૅબ પહેલાં 30 ટકાનો હતો, તેને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે.

    દસ લાખથી 12.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવનારે 20 ટકાના દરે ટૅક્સ આપવો પડશે અને 12.5 લાખથી 15 લાખ રૂપિયા સુધીની આવકવાળાને 25 ટકા ટૅક્સ આપવો પડશે.

    15 લાખની આવક ઉપર પહેલાં પણ 30 ટકા ટૅક્સ હતો, તેને હાલ 30 ટકાના દરે ટૅક્સ આપવો પડશે, પરંતુ આ બધા માટે કેટલીક શરતોનું પાલન કરવું પડશે.

    અઢી લાખ સુધીની આવક પર પહેલાં કોઈ ટૅક્સ આપવો નહોતો પડતો, હવે પાંચ લાખ સુધીની આવક પર કોઈ ટૅક્સ આપવો નહીં પડે.

    તમે એ સવાલ પૂછી શકો છો કે કોઈની સાડા સાત લાખ રૂપિયાની આવક હોય તો જૂની સ્કીમ અને નવી સ્કીમ મુજબ તેની બચત પર શું અસર પડશે.

    માની લઈએ કે જૂની વ્યવસ્થામાં કોઈ વ્યક્તિ બચત નહોતી કરતી, તો તેમને અઢી લાખની આવક પર 20 ટકાના દરે કદાચ 50 હજાર રૂપિયાનો ટૅક્સ ભરવાનો થતો હતો.

    હવે કારણ કે તે ટૅક્સ 10 ટકા કરી દેવામાં આવ્યો છે તો તેમને અઢી લાખની આવક પર 25 હજાર રૂપિયા ટૅક્સ તરીકે ભરવા પડશે.

    એનો અર્થ એ થાય છે કે કરદાતાને હવે 25 હજાર રૂપિયાની બચી જશે પણ શરત એટલી જ છે કે તે કોઈ પ્રકારનું રોકાણ કરતા ન હોય તો જ આ લાભ મળે.

    નાણામંત્રીએ કહ્યું કે નવી વ્યવસ્થા તેમના માટે છે જે વધારે લખવા-વાંચવા માગતા નથી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે જવા માગતા નથી.

    આમ તો આ વાત સાથે સહમત થવું મુશ્કેલ છે. સવાલ એ છે કે કરદાતાઓને ટૅક્સમાંથી લાભ મળવો જોઈએ તે કોઈની પાસે જઈને મળે અથવા તેના વિના મળે.

    કોઈને થોડી ફી આપીને લાભ મળી શકે છે અને આ છૂટ કોઈ એવી છૂટ નથી જેમાં ઘણી બધી જટિલતા હોય.

    રોજબરોજની જિંદગીમાં તમે ટ્યૂશન-ફી આપો છો, તમે પગારવાળા કર્મચારી છો તો તમારું પ્રૉવિડન્ડ ફંડ કપાય છે.

    તમે ઘર બનાવવા માટે લૉન લીધી છે તો તમે દરેક મહિને તેના હપ્તા ભરો જ છો, તેનું કોઈ કૅલ્ક્યુલેશન નથી, તમને બૅંકમાંથી એક ઇન્સ્ટન્ટ સર્ટિફિકેટ મળી જાય છે.

    ઇન્કમટૅક્સ એક્ટની કલમ 80(સી) હેઠળ આ તમામ છૂટછાટ કરદાતાઓને પહેલાંથી મળતી રહે છે. હવે તમારે આ છૂટછાટને છોડવી પડશે.

    આ પ્રકારે પહેલાં બૅન્કમાંથી મળતાં 10 હજાર રૂપિયા સુધીની વ્યાજ પર છૂટ મળતી હતી, વરિષ્ઠ નાગરિકોને વધારે છૂટ મળે છે.

    નવી વ્યવસ્થા અપનાવવા માટે હવે એ છૂટ છોડવી પડશે. આમાં વ્યક્તિગત ટૅક્સની જવાબદારી નક્કી કરવા માટે કોઈ મોટા હિસાબ-કિતાબની જરૂર નથી.

    નવી વ્યવસ્થામાં કરદાતાઓને ટૅક્સ બચાવવાનો વિકલ્પ છોડવો પડશે. મને એ લાગે છે કે જે લોકો રોકાણ કરે છે, અથવા જેનું રોકાણ પહેલાંથી જ ચાલી આવી રહ્યું છે, તે ઇચ્છશે કે તેમનું રોકાણ ચાલતું રહે અને તેમને આ નવી વ્યવસ્થામાં કોઈ ફાયદો નથી થવાનો.

    હવે જે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કદાચ નવી કર વ્યવસ્થા સ્વીકારવા કેટલાક લોકોને નુકસાન થઈ જાય.

    નાણાકીય વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખને એક સપ્તાહ વીતી ગયું છે. હજુ પણ કેટલાક કરદાતાઓ તેમના આવકવેરા રિટર્ન ફાઇલ કરી રહ્યા છે, પરંતુ મોટાભાગના કરદાતાઓએ રિટર્ન ફાઇલ કર્યું છે. આ વર્ષે કરદાતાઓએ પણ રિટર્ન ભરવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આવકવેરા વિભાગના આંકડા દર્શાવે છે કે મોટાભાગના રિટર્ન ફાઇલ કરનારાઓ હજુ પણ જૂની ટેક્સ સિસ્ટમને પસંદ કરી રહ્યા છે.

    તમને જણાવી દઈએ કે કરદાતાઓને હાલમાં આવકવેરો ભરવા માટે બે વિકલ્પો (ઈન્કમ ટેક્સ રેજીમ) મળે છે. એક વિકલ્પ પહેલાથી જ અસ્તિત્વમાં છે તે જૂની ટેક્સ સિસ્ટમ, જ્યારે બીજો વિકલ્પ છે નવી ટેક્સ સિસ્ટમ એટલે કે ન્યૂ ટેક્સ રિજીમ, જે થોડા વર્ષો પહેલા શરૂ થઈ છે. સરકાર નવી કર પ્રણાલીને આકર્ષક બનાવવાનો પ્રયાસ કરી રહી છે અને વધુને વધુ લોકો આ સિસ્ટમને પસંદ કરવા ઈચ્છે છે.

    સરકાર નવી સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે

    નવી ટેક્સ વ્યવસ્થાને આકર્ષક બનાવવા માટે સરકારે ફેબ્રુઆરી મહિનામાં રજૂ કરેલા બજેટમાં પણ કેટલાક ફેરફારો કર્યા છે. સરકારે નવી કર વ્યવસ્થાને પસંદ કરતા કરદાતાઓ માટે કેટલીક કપાતનો લાભ પણ જાહેર કર્યો છે. જો કે, આ પછી પણ મોટાભાગના કરદાતાઓ જૂની ટેક્સ સિસ્ટમને પસંદ કરી રહ્યા છે. વર્તમાન રિટર્ન સિઝનમાં પણ જૂની ટેક્સ સિસ્ટમ સાથે કરદાતાઓના જોડાણમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થયો નથી.

    આ ફિનટેક કંપનીએ વિશ્લેષણ કર્યું હતું

    ફિનટેક કંપની ક્લિયરે આ સિઝનમાં ફાઇલ કરેલા રિટર્નનું વિશ્લેષણ કર્યા બાદ કરદાતાઓની પસંદગીનો ડેટા રજૂ કર્યો છે. આ ફિનટેક કંપની અગાઉ ClearTax તરીકે જાણીતી હતી. કંપની કરદાતાઓને રિટર્ન ફાઇલિંગ સંબંધિત સોલ્યુશન્સ ઓફર કરે છે. હાલમાં, ક્લિયર પાસે 50 લાખથી વધુ વ્યક્તિગત કરદાતાઓ તેમજ ઘણા વ્યાવસાયિક અને મોટા પાયે વ્યવસાયો છે.

    ઘણા લોકો દ્વારા પસંદ કરાયેલ જૂની સિસ્ટમ

    ક્લિયરનું વિશ્લેષણ દર્શાવે છે કે આ વખતે 100માંથી 85 કરદાતાઓએ જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરી છે. 85 ટકા કરદાતાઓ દ્વારા રિટર્ન ફાઈલ કરવા માટે જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરવી એ દર્શાવે છે કે તેઓ હજુ પણ પહેલાની સિસ્ટમને વધુ પસંદ કરે છે. તે જ સમયે, આંકડા એ પણ દર્શાવે છે કે 15 ટકા કરદાતાઓની પસંદગી બનીને, નવી સિસ્ટમ પણ ધીમે ધીમે તેનું સ્થાન બનાવી રહી છે.

    આટલા કરોડ રિટર્ન ફાઈલ કર્યા

    આવકવેરા વિભાગના ડેટા અનુસાર, 31 જુલાઈ 2023ની અંતિમ તારીખ સુધી, 6.77 કરોડ વ્યક્તિગત કરદાતાઓએ આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા છે. આવકવેરા રિટર્ન ફાઈલ કરનારાઓનો આ આંકડો એક વર્ષ પહેલા કરતા લગભગ એક કરોડ વધુ છે. કરદાતાઓનો આ આંકડો આગામી સમયમાં વધુ વધી શકે છે, કારણ કે હજુ પણ ઘણા કરદાતાઓ 1000 રૂપિયાની પેનલ્ટી ભરીને રિટર્ન ફાઈલ કરી રહ્યા છે.