HomeVideshJudge Attacked By A Man   : અમેરિકામાં ચાલુ કોર્ટમાં જજ પર આરોપીનો...

Judge Attacked By A Man   : અમેરિકામાં ચાલુ કોર્ટમાં જજ પર આરોપીનો હુમલો, વિડીઓ થયો વાયરલ   

Judge Attacked By A Man  : અમેરિકાના લાસ વેગાસમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં ક્લાર્ક કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી દરમિયાન એક આરોપીએ મહિલા જજ પર હુમલો કરી દીધો હતો. સુનાવણી બાદ મહિલા જજ આરોપીને સજા કરી જેથી આરોપી ભડકી ગયો અને ટેબલથી કુદીને અચાનક જજ પર હુમલો કરી દીધો. જો કે ત્યાં હાજર સુરક્ષા ગાર્ડે આરોપીને પકડી લીધો હતો.

Judge Attacked By A Man

Judge Attacked By A Man  : સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ

વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા જજ ચુકાદો આપી રહી છે. આ દરમિયાન તેની પ્રતિક્રિયા અચાનક બદલાઈ જાય છે. તે સામેથી આવી રહેલા આ આરોપીને જોવે છે. મહિલા જજ કઈ કરે તે પહેલા જ આરોપી કુદીને તેની પાસે પહોંચી જાય છે અને હુમલો કરી દે છે (Judge Attacked By A Man)  . તે મહિલા જજને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. આરોપી મહિલા જજને મારવા લાગે છે. જો કે આસપાસ  હાજર લોકો પરિસ્થિતિ સંભાળી લે છે. આ ઘટના બાદ  આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. 

Judge Attacked By A Man  : જજને બચાવનાર માર્શલને હોસ્પિટલમાં કરાયો દાખલ

Judge Attacked By A Man

મહિલા જજને બચાવનાર માર્શલને ઈજા થઇ હતી. હાલ તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે. મળેલા અહેવાલો મુજબ ગત સુનાવણીમાં આરોપીને દોષી ઠેરવવામાં આવ્યો હતો. જો કે તેના ભૂતકાળના રેકોર્ડને જોતા મહિલા જજે તેને જેલની સજા કરી હતી. તે પછી આરોપીએ તેના પર હુમલો કરી દીધો હતો.

તમે આ પણ વાંચી શકો છો

PM Modi Lakshadweep Visit :  તમે નરેન્દ્ર મોદીના ધાંસુ ફોટોસ જોયા કે નહિ ?

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments