Ram Bhajan : વડાપ્રધાન મોદીને આ ગાયકનું ભજન પણ આવ્યું પસંદ

0
445
Ram Bhajan
Ram Bhajan

Ram Bhajan: અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ કાર્યક્રમને લઈને તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ પીએમ મોદીની અપીલ પર ભગવાન રામ સાથે સબંધિત ભજનોને લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે જેને ખૂબ પ્રશંસા મળી રહી છે.

Ram Bhajan

Ram Bhajan : આજે પીએમ નરેન્દ્ર મોદીએ સિંગર હંસરાજ રઘુવંશીના ભગવાન રામને સમર્પિત ભજનને માઈક્રો બ્લોગિંગ સાઈટ X પર શેર કર્યું છે. તેમણે લોકોને આ ભજન સાંભળવાની અપીલ કરી છે અને કહ્યું કે, તેમાં ભગવાન રામ પ્રત્યે ભક્તોની ભાવનાઓ છે.

Ram Bhajan : હંસરાજ રઘુવંશીના ભજનને પીએમ મોદીએ X પર કર્યું શેર

Ram Bhajan YouTube પર હંસરાજ રઘુવંશીના ભજનને શેર કરતા પીએમ મોદીએ X પર લખ્યું કે, અયોધ્યામાં પ્રભુ શ્રી રામના સ્વાગતને લઈને સમગ્ર દેશ રામમય બની ગયો છે.રામલલાની ભક્તિમાં ડૂબેલા ભક્તજન આ શુભ દિવસ માટે અલગ-અલગ પ્રકારે પોતાની ભાવના વ્યક્ત કરી રહ્યા છે. ભગવાન શ્રી રામને સમર્પિત હંસરાજ રઘુવંશી જી નું આ ભજન સાંભળો…..

Ram Bhajan : તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ  પીએમ નરેન્દ્ર મોદીએ બિહારની રહેવાસી સ્વાતિ મિશ્રાનું ભજન શેર કરીને તેના વખાણ કર્યા હતા. આ ભજન છે- ‘રામ આયેંગે તો અંગના સજાઉંગી’. પીએમ મોદીએ કહ્યું હતું કે, રામલલાના સ્વાગતમાં આ મંત્રમુગ્ધ કરનારું ભજન છે.

 Ram Bhajan

નોંધનીય છે કે અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં 22 જાન્યુઆરીએ બપોરે 12.30 કલાકે શ્રી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન મોદી સહીત દેશભરમાંથી લાખો લોકો આ દિવસે અયોધ્યામાં ઉપસ્થિત રહેવાના છે.

તમે આ પણ વાંચી શકો છો   

WHO IS SWATI MISHRA : વડાપ્રધાન મોદીએ કર્યા સ્વાતિ મિશ્રાના વખાણ, તમે પણ સાંભળી ચુક્યા છો આ ભજન