Petrol price hike : દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાશે તેવા સમાચારે જોર પકડ્યું છે, જોકે આની વિપરીત આજે ગુજરાત સહીત અનેક રાજ્યોમાં પેટ્રોલ- ડીઝલના ભાવમાં વધારો નોંધાયો હતો, કેન્દ્રની મોદી સરકાર હાલ કોઈ પેટ્રોલ ડીઝલમાં રાહત આપવાના મૂડમાં જોવા મળતી નથી, મોદી સરકાર ‘ બહોત હુઈ મહેંગાઈ કી માર અબ કી બાર મોદી સરકાર’ના નારા સાથે દેશમાં 2014ની ચૂંટણી જીતીને આવી હતી, તેનાથી સાવ વિરુદ્ધ કામ કરી રહી છે, આજે આપણે વર્ષ 2014થી માંડી 2023 સુધી પેટ્રોલ-ડીઝલમાં થયેલા ભાવ વધારા-ઘટાડા પર એકવાર નજર કરીશું.
Petrol price hike : વર્ષ 2014માં કેન્દ્રમાં સરકાર રચવા માટે ચૂંટણી પ્રચારમાં ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતું, 2014ની ચૂંટણીમાં અનેક સ્લોગન સાથે ભાજપ પાર્ટી પ્રચાર કરી રહી હતી, આ સ્લોગનોમાં એક સ્લોગન બહુ જ ચર્ચામાં રહ્યું હતું, ‘ બહોત હુઈ મહેંગાઈ કી માર અબ કી બાર મોદી સરકાર’ , મનમોહનસિંહની યુપીએ સરકારમાં મોંઘવારી આસમાને પહોંચી હતી, અને આ મુદ્દાને લઈને ભાજપે જોરશોરથી પ્રચાર કર્યો હતો, પેટ્રોલ ડીઝલના વધતા ભાવો મનમોહન સરકારને આકરાપાણીએ રડાવી રહ્યા હતા અને આજ મુદ્દો ભાજપને વર્ષ 2014માં ચૂંટણી જીતવા માટે રામબાણ સાબિત થયો હતો.
Petrol price hike : જોકે મોદી સરકારના રાજને 10 વર્ષ પૂર્ણ થવાની તૈયારી છે, નરેન્દ્ર મોદી સરકારની બીજી ટર્મ પણ પૂરી થવાની તૈયારી છે ત્યારે આજે પણ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને જ જોવા મળી રહ્યા છે, મનમોહન સરકારમાં કાચા તેલના ભાવો આસમાને હતા જેથી પેટ્રોલ ડીઝલના ભાવો સતત વધી રહ્યા હતા પરંતુ સૌથી વધુ નોંધનીય બાબત એ છે કે વર્ષ 2014ના કાચા તેલના ભાવો પ્રતિ બેરલ હતા એટલા જ અત્યારે 2023માં નરેન્દ્ર મોદી સરકારમાં ચાલી રહ્યા છે છતાં પણ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર યુપીએ સરકાર કરતા 30 ગણું વધુ મોંઘુ પેટ્રોલ ડીઝલ આપી રહ્યું છે.
એક નજર કરીએ વર્ષ 2014થી લઈને અત્યાર સુધીના કાચા તેલના ભાવો અને પેટ્રોલ – ડીઝલના ભાવો પર (Petrol price hike)
વર્ષ | કાચુ તેલ ($)(પ્રતિ બેરલ ) | પેટ્રોલ(રૂ.) | ડીઝલ(રૂ.) |
2014 | 110.90 | 71.41 | 55.49 |
2015 | 65.59 | 66.29 | 52.28 |
2016 | 48.87 | 63.02 | 46.43 |
2017 | 51.82 | 68.09 | 57.35 |
2018 | 78.19 | 74.63 | 65.93 |
2019 | 74.70 | 73.13 | 66.71 |
2020 | 33 | 69.59 | 62.29 |
2021 | 69 | 90.40 | 80.73 |
2022 | 113 | 96.72 | 89.62 |
2023 | 78.71 | 96.42 | 92.17 |
2024 | 72.79 | 96.49 | 92.23 |
Petrol price hike : આ ગ્રાફ પરથી આપ સમજી શકો છો કે વર્ષ 2014 થી વર્ષ 2023 સુધી કાચા તેલના ભાવોમાં કઈ ખાસ ફેર જોવા મળી રહ્યો નથી, 2014 કરતા અત્યારે વધુ ઓછા ભાવ કાચા તેલના છે. પરંતુ બીજીબાજુ પેટ્રોલ ડીઝલના ભાવમાં અંદાજીત 30 ટકા જેટલો વધારો નોંધાઈ ચુક્યો છે, કેન્દ્રની મોદી સરકાર જે મોંઘવારીની ડામવાની વાતો કરે છે, તેની સરકારમાં પેટ્રોલ ડીઝલના ભાવોમાં કમરતોડ વધારો નોંધાયેલો જોવા મળે છે, તમને જણાવી દઈએ કે પેટ્રોલ ડીઝલના ભાવો તમારી જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવો પર અસર કરે છે અને તેના લીધે શાકભાજીથી લઈને દૂધ , કઠોળ સહીત દરેક વસ્તુઓના ભાવ વધે છે.
તમે આ પણ વાંચી શકો છો
Petrol Price hike : હળતાળ સમેટાઈ ! આજે 84 પૈસા વધ્યા પેટ્રોલના ભાવ