IND vs SA 2nd Test match  :  ભારતીય ટીમનો તરખાટ, આફ્રિકા માત્ર 55 રનમાં ઓલઓઉટ  

0
283
IND vs SA 2nd Test match
IND vs SA 2nd Test match

IND vs SA 2nd Test match  : બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં સાઉથ આફ્રિકા 55 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ ભારત સામે તેના સૌથી ઓછા સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. કેપટાઉનના ન્યુલેન્ડ્સ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા માત્ર 23.2 ઓવર જ બેટિંગ કરી શકી હતી. ભારત તરફથી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે 6 વિકેટ લીધી હતી.

shiraj

IND vs SA 2nd Test match  : સાઉથ આફ્રિકા તરફથી કાયલ વેરિઅન 15 અને ડેવિડ બેડિંગહામે 12 રન બનાવ્યા હતા. બાકીના બેટર્સ 6 રનનો સ્કોર પણ પાર કરી શક્યા ન હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહ અને મુકેશ કુમારને 2-2 વિકેટ મળી હતી.

ind 1

IND vs SA 2nd Test match  :  સાઉથ આફ્રિકાની ટીમ પહેલી ઇનિંગમાં એક સેશન પણ રમી શકી નહોતી. ટીમ માત્ર 23.2 ઓવર બેટિંગ કરી શકી અને 55 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ. ભારત સામે ટીમનો આ સૌથી નાનો સ્કોર છે. આ પહેલાં 2015માં નાગપુરના મેદાન પર ટીમ માત્ર 79 રન બનાવી શકી હતી.

Capture 6

સાઉથ આફ્રિકામાં આ પહેલાં 2006માં ટીમ 84 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકાની ટીમ ભારત સામે ટેસ્ટમાં ત્રીજી વખત માત્ર 100 રનમાં ઓલઆઉટ થઈ છે.

IND vs SA 2nd Test match  : બુમરાહ-મુકેશને 2-2થી સફળતા

ind vs sa 1

ભારત તરફથી પ્રથમ દાવમાં મોહમ્મદ સિરાજે સૌથી વધુ 6 વિકેટ લીધી હતી. તેણે એડન માર્કરમ, ડીન એલ્ગર, ટોની ડી જ્યોર્જી, ડેવિડ બેડિંગહામ, કાયલ વેરીયન અને માર્કો યાન્સેનને પેવેલિયનમાં મોકલ્યા હતા. સિરાજ ઉપરાંત જસપ્રીત બુમરાહ અને મુકેશ કુમારને પણ 2-2 સફળતા મળી છે.

તમે આ પણ વાંચી શકો છો

Funny leave report   : હું પાર્ટી કરી રહ્યો છું, આજે ઓફીસ નહિ આવી શકું. આવી રીતે રજા માંગવાની કોણ હિંમત કરી શકે ?