લો બોલો.. વર્ષ 2024માં 365માંથી માત્ર 82 દિવસ જ વાગશે ઢોલ

0
526
Marriage Muhurat
Marriage Muhurat

Marriage Muhurat: નવા વર્ષની સાથે જ અનેક લોકો ભવિષ્યની અનેક યોજનાઓ બનવાનું શરૂ કરે છે, અને જીવનમાં આગળ વધવાનો સંકલ્પ કરે છે, જે લોકો અપરણિત છે તેઓ પણ વર્ષ 2024માં લગ્નના તાંતણે બંધાવાનો વિચાર કરતા હશે. જો આપના ઘરમાં પણ લગ્નના ઢોલ વાગવાના હોય તો તૈયાર થઇ જાવ કેમ કે વર્ષ 2024માં માત્ર થોડાક દિવસો માટે લગ્નના મુહૂર્ત છે.

Marriage Muhurat
Marriage Muhurat

2023નો ઈતિહાસ રચતા નવા વર્ષ 2024એ દસ્તક આપી છે અને સમગ્ર વિશ્વમાં લોકો ખૂબ જ શુભ ભવિષ્યની રાહ જોઈ રહ્યા છે અને નવા સપના, ઉચ્ચ લક્ષ્યો, ઉર્જાથી ભરેલી ક્ષણો, ઉત્સાહ અને અધૂરા કાર્યોને પૂર્ણ કરવા માટે તેમના દેવી-દેવતાઓ પાસેથી આશીર્વાદ પણ માંગી રહ્યા છે.

Marriage Muhurat: 365માંથી માત્ર 82 દિવસ જ વાગશે ઢોલ

તે જ સમયે, 12 રાશિઓ અને 9 ગ્રહોના અભ્યાસ કરી જ્યોતિષીઓ દ્વારા, 2024 નવા વર્ષની શરૂઆતમાં  સારા અને ખરાબ ભવિષ્યના સમયગાળાની પણ ગણતરી કેટલાક શુભ મુહૂર્ત (Marriage Muhurat) આપે છે. જાણો આખરે આ વર્ષે લગ્ન માટે કેટલા દિવસો અને કઈ તારીખોનું મુહૂર્ત છે.

Marriage Muhurat

હિન્દુ ધર્મમાં લગ્ન માટેના શુભ મુહૂર્તનું વિશેષ મહત્વ છે, જ્યારે દર વર્ષે લગ્ન માટે અમુક મહિના અને દિવસો અશુભ માનવામાં આવે છે. કારણ કે ચાતુર્માસમાં જ્યારે ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં ચાર મહિના માટે યોગ નિદ્રામાં જાય છે અને જ્યારે સૂર્ય કર્ક, સિંહ, કન્યા, તુલા, ધનુ, મીન રાશિમાં સંક્રમણ કરે છે, ત્યારે લગ્ન જેવા શુભ કામ થતા નથી. સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરે ત્યારે ખર્માસ હોવાથી લગ્ન સંપન્ન થઈ શકતા નથી.

Marriage Muhurat: 365માંથી માત્ર 82 દિવસ જ વાગશે ઢોલ

એટલું જ નહીં, લગ્નના શુભ સમયની ગણતરી કરતી વખતે, શુક્ર અને ગુરુને ધ્યાનમાં લેવામાં આવે છે અને જ્યારે ગુરુ અને શુક્ર અસ્ત થાય છે ત્યારે લગ્ન અને અન્ય શુભ કાર્યક્રમો કરવામાં આવતા નથી.

Marriage Muhurat ૩

લગ્નના શુભ મુહૂર્ત : Marriage Muhurat 2024

જ્યોતિષ આચાર્યોના જણાવ્યા અનુસાર,

જાન્યુઆરી16, 20, 21, 30, 31
ફેબ્રુઆરી1, 4, 6, 14, 17,18, 19, 28
માર્ચ2, 3, 4, 5, 6, 7, 12
એપ્રિલ18
જુલાઈ11, 12, 14, 19, 20, 21, 22, 23, 27, 30, 31
ઓગસ્ટ5, 6, 7, 8, 11, 13, 19, 23, 24, 26, 27, 28
સપ્ટેમ્બર4, 7, 8, 9, 10, 11, 12, 13, 14
ઓક્ટોબર3, 6, 7, 11, 12, 20, 21, 26, 27, 28
નવેમ્બર3, 4, 6, 8, 9, 10, 14, 17, 18, 22, 2, 3, 24, 25, 26, 27
ડિસેમ્બર5, 6, 7, 11

આ શુભ તારીખો 24 એપ્રિલ શુક્ર અસ્ત, 7 જુલાઇ શુક્ર ઉદય, 6 મે ગુરુ અસ્ત, 2 જૂન ઉદય થાય છે.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો