cricket 2023 : વર્ષ 2023માં આ સ્ટાર ક્રિકેટરોએ ક્રિકેટને કહ્યું અલવિદા  

0
429
cricket 2023
cricket 2023

cricket 2023  :  વર્ષ 2023નો આજે આખરી દિવસ છે, આવતીકાલે નવું વર્ષ 2024 શરુ થશે.ત્યારે આજે આપણે વર્ષ 2023ની કેટલીક યાદોને વાગોળીશું.આજે આપને ક્રિકેટ જગતમાં વર્ષ 2023માં કેટલાક સ્ટાર ક્રિકેટરો અલવિદા કહી તેના વિશે વાત કરીશું,  ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ભારતની ધરતી પર વનડે વિશ્વકપ રમાયો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ફાઈનલમાં પરાજય આપી છઠ્ઠીવાર ચેમ્પિયન બનવાનું ગૌરવ હાસિલ કર્યું હતું.   આ વિશ્વકપ બાદ આફ્રિકી ખેલાડી ડિકોક સહિત ઘણા મોટા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. આજે આપણે તે ક્રિકેટર પર નજર કરીશું જેણે વર્ષ cricket 2023 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું છે.

cricket 2023

cricket 2023  :  ક્વિન્ટન ડિકોક

cricket 2023


સાઉથ આફ્રિકી ખેલાડી ક્વિન્ટન ડિકોકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. પરંતુ ડિકોક આફ્રિકા માટે માત્ર ટી20 ક્રિકેટમાં રમતો જોવા મળશે. વનડે વિશ્વકપ ડિકોક માટે શાનદાર રહ્યો હતો. તેણે આ ટૂર્નામેન્ટમાં 594 રન બનાવ્યા હતા. ડિકોક આ પહેલા ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે.

cricket 2023  :  ડેવિડ વિલી

cricket 2023


ઈંગ્લેન્ડના ક્રિકેટર ડેવિડ વિલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને આ વર્ષે અલવિદા કહી દીધું. ડેવિડ વિલીએ ઈંગ્લેન્ડ માટે 72 વનડે સિવાય 43 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. વિશ્વકપ દરમિયાન વિલીએ નિવૃત્તિ જાહેર કરી હતી. તે હવે વિશ્વભરમાં રમાતી લીગમાં જરૂર જોવા મળશે. 

cricket 2023 :  ઇમાદ વસીમ

cricket 2023


પાકિસ્તાનના ઓલરાઉન્ડર ઇમાદ વસીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું. ઇમાદ વસીમે પાકિસ્તાન માટે 55 વનડે મેચ અને  66 ટી20 મેચ રમી હતી. ઇમાદ વસીમે વનડે ફોર્મેટમાં 42.87ની એવરેજ અને 110ની સ્ટ્રાઇક રેટથી 986 રન બનાવ્યા, આ સિવાય તેણે વનડે મેચમાં 44 વિકેટ ઝડપી હતી.

 cricket 2023  :  આરોન ફિન્ચ

cricket 2023


ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન આરોન ફિન્ચે ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયા માટે આરોન ફિન્ચે 5 ટેસ્ટ મેચ સિવાય 146 વનડે અને 103 ટી20 મેચ રમી હતી. આ સિવાય ફિન્ચ આઈપીએલમાં 92 મેચ રમી ચૂક્યો છે.  

cricket 2023 :  જોગિંદર શર્મા

cricket 2023


ભારતીય ટીમે ટી20 વિશ્વકપ 2007માં જીત્યો હતો. આ ટીમમાં જોગિંદર શર્મા પણ હતો. પાકિસ્તાન વિરુદ્ધ ફાઈનલમાં જોગિંદર શર્માએ છેલ્લી ઓવર ફેંકી હતી. ભારતીય ટીમ પાકિસ્તાનને હરાવી ચેમ્પિયન બની હતી. તો આ વર્ષે જોગિંદર શર્માએ ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો હતો. પરંતુ તે છેલ્લા ઘણા સમયથી ટીમમાંથી બહાર ચાલી રહ્યો હતો.

તમે આ પણ વાંચી શકો છો

Anil Goel :  શેરબજારનો કિંગ ! 5 લાખથી કરી હતી શરૂઆત આજે 2200 કરોડનું સામ્રાજ્ય