Corona gujrat 1st  :  કોરોનાને લઈને ગુજરાત માટે ચિંતાના સમાચાર  

0
279
Corona gujrat 1st
Corona gujrat 1st

Corona gujrat 1st:  ગુજરાતમાં હવે કોરોનાનો ફરી એકવાર અજગરી ભરડો જોવા મળ્યો છે. કોરોનાએ ફરી એકવાર ગુજરાતમાં ચિંતા વધારી છે. કોરોના મામલે ગુજરાતીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેશમાં JN.1ના સૌથી વધુ કેસ જોવા ગુજરાતમાં (Corona gujrat 1st)  જોવા મળ્યા છે. કોરોનાના નવા વેરિયન્ટની ગુજરાતમાં ઝડપ વધી છે તેવુ સ્પષ્ટ દેખાય છે. ગુજરાતમાં હાલ JN.1 વિરેયન્ટના 36 કેસ સક્રિય છે. કેરળ-રાજસ્થાન સહિત 8 રાજ્યોમાં કુલ 109 કેસ છે. જેમાં ગુજરાત સૌથી ટોચ પર છે. (Corona gujrat 1st) 

corona gujrat

કોરોનાના JN1 વેરિયન્ટે ભારતમાં ચિંતા વધારી છે. દિન પ્રતિદિન દર્દીઓની સંખ્યામાં વધારો થતા વહીવટી તંત્રની સાથે આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. મંગળવાર   સુધી દેશમાં JN1 કોવિડના કુલ 109 દર્દીઓ નોંધાયા છે જેમાં સૌથી વધારે કેસ ગુજરાતમાં  (Corona gujrat 1st)  છે. 26મી ડિસેમ્બર સુધી ગુજરાતમાં JN1ના કુલ 36 કેસ નોંધાયા છે. જે સમગ્ર દેશમાં સૌથી વધારે છે.દેશમાં 26મી ડિસેમ્બર સુધીમાં કુલ 109 JN.1 કોવિડ વેરિયન્ટના કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ ગુજરાતમાં 36, કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાનમાં 4, તમિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસ નોંધાયા છે.

corona 5

ગુજરાતમાં સૌથી વધુ કેસ- (Corona gujrat 1st) 


26 ડિસેમ્બર સુધી દેશમાં કોરોના વાયરસ JN.1ના નવા પ્રકારના કુલ 109 કેસ નોંધાયા છે. કોવિડના નવા વેરિયન્ટનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો આનાથી સંક્રમિત થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 8 રાજ્યોમાંથી કુલ 109 કેસ નોંધાયા છે. જેમાં ગુજરાતમાં 36 કેસ (Corona gujrat 1st)  સામે આવ્યા છે.

covid jn 1

Corona gujrat 1st – કેરળમાં નવા વેરિયન્ટના કારણે 2નાં મોત


તમને જણાવી દઈએ કે તાજેતરમાં કેરળમાં નવા વેરિયન્ટને કારણે બે લોકોનાં મોત થયા છે. આ પછી, દક્ષિણના રાજ્યોએ પોતપોતાના સ્થળોએ બેઠકો યોજી અને આરોગ્ય વિભાગોને જરૂરી માર્ગદર્શિકા આપી. જો દેશમાં કોરોના વાયરસના કેસની જ વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 529 નવા કેસ નોંધાયા છે. હવે સક્રિય કેસની સંખ્યા 4093 પર પહોંચી ગઈ છે.

નવા વેરિયન્ટ્સ અંગે સાવચેત રહેવાની જરૂર- Corona gujrat 1st


ICMRના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. સૌમ્યા સ્વામીનાથને નવા પ્રકારને લઈને સાવધ રહેવા જણાવ્યું છે. તેણે ન્યૂઝ એજન્સી ANIને કહ્યું- અમારે ચિંતા કરવાની જરૂર નથી.  

તમે આ પણ વાંચી શકો છો

National Anthem :  આપ જાણો છો આપણા રાષ્ટ્રગાનને પહેલી વખત ક્યારે ગાવામાં આવ્યું હતું ?