Disney Hotstar :  તમે હોટસ્ટાર યુઝ કરો છો તો તમારા માટે બહુ જ મોટી ખબર છે !!

0
382
Disney Hotstar
Disney Hotstar

Disney Hotstar :  તમે ott પ્લેટફોર્મ ડીઝની હોટસ્ટારનો ઉપયોગ કરો છો ? તો આ સમાચાર તમારા માટે છે કેમ કે હોટસ્ટારને ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ખરીદી રહ્યા ના અહેવાલ સામે આવ્યા છે.  મુકેશ અંબાણીએ વોલ્ટ ડિઝનીના ડિઝની હોટસ્ટારના ઈન્ડિયા મીડિયા ઓપરેશનને ખરીદવા માટે તેમની કંપની રિલાયન્સ જિયોના નામે બિન-બિડિંગ કરાર આપ્યો છે. આ ડીલ બાદ રિલાયન્સ પાસે 51 ટકા હિસ્સો રહેશે જ્યારે ડિઝની હોટસ્ટાર પાસે 49 ટકા હિસ્સો રહેશે. આ ડીલ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થઈ શકે છે.

hotstar

જો તમે ડીઝની હોટસ્ટાર ઉપયોગકર્તા છો તો તમારા દિમાગમાં હવે સવાલ થશે કે જો મુકેશ અંબાણી આ ખરીદી રહ્યા છે તો તમે  લીધેલા ott પ્લેટફોર્મના સબસ્ક્રિપ્શનનું શું ? શું તમારા પૈસા પડી જશે, અંબાણીના જીઓ સિનેમાનું શું જો તે હોટસ્ટાર લઇ રહ્યા છે તો ? આ તમામ સવાલના જવાબ અમે તમને અહી જણાવીશું.   

Disney Hotstar : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ મોટો જુગાર રમ્યો છે. વોલ્ટ ડિઝની રિલાયન્સ જિયો દ્વારા ખરીદવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર આ ડીલ  જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં પૂર્ણ થશે. આ બિન-બિડિંગ કરાર હશે, જેના હેઠળ ડિઝની હોટસ્ટારનું ઇન્ડિયા મીડિયા ઓપરેશન ખરીદવામાં આવશે.   આ ડીલ બાદ રિલાયન્સ પાસે 51 ટકા હિસ્સો રહેશે જ્યારે ડિઝની હોસ્ટર પાસે 49 ટકા હિસ્સો રહેશે.

jio and hotstar

તમને જણાવી દઈએ કે Jio સિનેમા ડિઝની પ્લસ હોટસ્ટારથી સીધી સ્પર્ધાનો સામનો કરી રહી હતી. Jio Cinemaએ Disney Hotstar પાસેથી IPLના અધિકારો છીનવી લીધા હતા. આ પછી ડિઝની હોટસ્ટાર પાસેથી Jio સિનેમાએ  એશિયા કપ અને ક્રિકેટ વર્લ્ડ કપના અધિકારો ખરીદ્યા હતા. આ પછી હવે મુકેશ અંબાણીની કંપની ડિઝની હોટસ્ટારને જ  ખરીદી રહી છે. તમને જણાવી દઈએ કે Jio સિનેમા સાથેની ટક્કરમાં કંપનીને મોટું નુકસાન થઈ રહ્યું હતું. IPL અને FIFA વર્લ્ડ કપ પછી હોટસ્ટાર ગ્રાહકોની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો હતો.

Disney Hotstar ના જૂના વપરાશકર્તાઓનું શું થશે?

આ ડીલ પછી ડિઝની પ્લસ Disney Hotstar જિયો સિનેમા સાથે મર્જ થઈ જશે. આવી સ્થિતિમાં બંને એપના કન્ટેન્ટને એક જ એપમાં એક્સેસ કરી શકાશે. ડિઝની હોટસ્ટારના હાલના ગ્રાહકો Jio સિનેમા તરફ શિફ્ટ થશે. Jio સિનેમા દ્વારા નવા સબસ્ક્રિપ્શન ચાર્જ રજુ કરવામાં આવશે. સમાન સિંગલ રિચાર્જ પ્લાન સાથે, વપરાશકર્તાઓ પૈસા પણ બચાવશે. હોટસ્ટાર સાથે Jio સિનેમાના મર્જર બાદ   Sony, Netflix અને Amazon Prime  વચ્ચે જોરદાર સ્પર્ધા થશે.

disney

 તમને જણાવી દઈએ કે આ ડીલ બાદ  નેટફ્લિક્સ અને એમેઝોનની કિંમતોને લઈને તણાવ  વધશે  કારણ કે Jio સિનેમા સસ્તા પ્લાન ઓફર કરી શકે છે. આ સિવાય Jio રિચાર્જ સાથે સસ્તા એડ ઓન પ્લાન પણ ઓફર કરી  શકે છે, જેના કારણે Jio તેના ટેલિકોમ યુઝર્સની સાથે OTT યુઝર્સને પણ ટાર્ગેટ કરી શકશે. મતલબ કે તે એક કાંકરે બે નિશાનો પર પ્રહાર કરશે.

તમે આ પણ વાંચી શકો છો

Tata Harrier અને Tata Safari B-NCAP ટેસ્ટમાં 5-સ્ટાર રેટિંગ મેળવનારી પ્રથમ કાર બની