8th pay commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓને નવા વર્ષની ભેટ આપે એવા મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 7મા પગારપંચ બાદ 8મું પગાર પંચ લાગુ કરવાની માંગ સાથે લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું કેન્દ્રીય કર્મચારીઓને નવા વર્ષમાં પગાર પંચ સંબંધિત સારા સમાચાર મળી શકશે?
ચૂંટણી પહેલા થઇ શકે છે 8th pay commission ની જાહેરાત
નવા વર્ષમાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી હોવાથી આ ચર્ચા તેજ બની છે. કર્મચારી સંગઠનોને આશા છે કે સરકાર આ પહેલા 8મા પગાર પંચ (8th pay commission) ની રચનાની જાહેરાત કરી શકે છે. પરંતુ સરકારે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.
લગભગ 48.67 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શનરો માટે 8મું પગાર પંચ (8th pay commission) સ્થાપિત કરવાની યોજના પર સરકાર તરફથી શું સંકેતો મળી રહ્યા છે. શું સરકાર ખરેખર કેન્દ્રીય કર્મચારીઓ માટે આટલી મોટી જાહેરાત કરી શકે છે?
જો કે, ચોમાસુ સત્ર દરમિયાન, સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં આઠમું પગાર પંચ બનાવવાની કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી.
2013ની સામાન્ય ચૂંટણી પહેલા 7મા પગાર પંચની રચના થઇ હતી
પહેલા 2013ની સામાન્ય ચૂંટણી પહેલા કોંગ્રેસની આગેવાની હેઠળની UPA સરકારે 7મા પગાર પંચની રચના કરી હતી. આગામી વર્ષે 2024માં પણ લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં 8th Pay Commission ના અમલને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર કરવા માટે દર 10 વર્ષે પગાર પંચની રચના કરવામાં આવે છે.
1947 થી અત્યાર સુધી 7 પગાર પંચની રચના
દેશમાં પ્રથમ પગાર પંચની રચના જાન્યુઆરી 1946 માં કરવામાં આવી હતી. 1947 થી અત્યાર સુધીમાં 7 પગાર પંચની રચના કરવામાં આવી છે. તે જ સમયે, છેલ્લું એટલે કે સાતમું પગાર પંચ 28 ફેબ્રુઆરી, 2014 ના રોજ કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકારના કર્મચારીઓનો DA વધીને 46% થયો
7મા પગારપંચ હેઠળ કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર 18,000 રૂપિયા છે. 7મા સેન્ટ્રલ પે કમિશન મુજબ, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) 42% થી વધારીને 46% કરવામાં આવી છે. આ સંશોધિત દર 1 જુલાઈ, 2023થી લાગુ થશે.
વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો